Startup Mahakumbh: ‘સોફ્ટવેરની દુનિયામાં ભારતની સૌથી મોટી છલાંગ’ PM Modi નું ભારત મંડપમમાં સંબોધન
Startup Mahakumbh : સ્ટાર્ટઅપ મહાકુંભ 18 થી 20 માર્ચ સુધી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટનું આયોજન એપેક્સ ઈન્ડસ્ટ્રી એસોસિએશન, બુટસ્ટ્રેપ ઈન્ક્યુબેશન એન્ડ એડવાઈઝરી ફાઉન્ડેશન અને ઈન્ડિયન વેન્ચર એન્ડ ઓલ્ટરનેટિવ કેપિટલ એસોસિએશન (IVCA) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તેને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા ટેકો મળે રહ્યો છે. આ Startup Mahakumbh કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને બિઝનેસ મુલાકાતીઓ હાજર રહ્યાં હતાં.
વિકસિત ભારતના રોડમેપ પર થાય છે કામઃ વડાપ્રધાન મોદી
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ડીપટેક, એગ્રીટેક, બાયોટેક, મેડટેક અને એઆઈ જેવા ઉભરતા ક્ષેત્રોને વધારવા માટે સરકારી પહેલ પર ધ્યાન રહેશે. આ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'સ્ટાર્ટઅપ લોન્ચ તો ઘણા લોકો કરે છે, પરંતુ રાજકારણમાં આવું ઘણું બને છે અને વ્યક્તિએ વારંવાર લોન્ચ કરવા પડે છે. તમારા અને તેમની વચ્ચેનો તફાવત એ છે કે તમે પ્રાયોગિક છો. જો એક લોન્ચ ન થાય તો તમે તરત જ બીજા પર જાઓ છો. આજે જ્યારે દેશ 2047ના વિકસિત ભારતના રોડમેપ પર કામ કરી રહ્યો છે, ત્યારે મને લાગે છે કે આ સ્ટાર્ટઅપ મહાકુંભનું ખૂબ મહત્વ છે.’
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "... 2047 के विकसित भारत के रोडमैप पर काम कर रहा है, ऐसे समय में स्टार्ट अप महाकुंभ का कई महत्व है। बीते दशकों में भारत ने IT और सोफ्टवेयर सेक्टर में अपनी छाप छोड़ी है। अब हम भारत में इनोवेशन और स्टार्टअप कल्चर का ट्रेंड लगातार बढ़ता हुआ… https://t.co/9rrIGbV8Q1 pic.twitter.com/bnrGPXCfIy
— ANI_HindiNews (@AHindinews) March 20, 2024
વૈશ્વિક સ્ટાર્ટઅપ સ્પેસ માટે એક નવી આશાઃ પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘છેલ્લા દાયકાઓમાં, અમે જોયું છે કે કેવી રીતે ભારતે IT અને સોફ્ટવેર ક્ષેત્રમાં તેની છાપ છોડી છે. હવે આપણે ભારતમાં ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કલ્ચરનો ટ્રેન્ડ સતત વધતો જોઈ રહ્યા છીએ. જો આજે ભારત વૈશ્વિક સ્ટાર્ટઅપ સ્પેસ માટે એક નવી આશા, નવી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે, તો તેની પાછળ એક સારી રીતે વિચારેલી દ્રષ્ટિ છે. ભારતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લીધા છે. યોગ્ય સમયે સ્ટાર્ટઅપ પર કામ શરૂ કર્યું.
હું AIની ઘણી મદદ લઉં છુંઃ પીએમ મોદી
સ્ટાર્ટઅપ મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "હવે આપણે AI ટેક્નોલોજી સાથે જોડાયેલા નવા યુગમાં છીએ... હું AIની ઘણી મદદ લઉં છું, જ્યારે ચૂંટણી પ્રચારમાં ભાષાનો અવરોધ આવે છે, ત્યારે હું AIની મદદ લઉં છું. દરેક ભાષામાં AI. હું મારો સંદેશ લોકો સુધી પહોંચાડું છું..."
#WATCH स्टार्टअप महाकुंभ में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "अब हम AI तकनीक से जुड़े एक नए युग में हैं... मैं AI की काफी मदद लेता हूं, जब चुनावी अभियान में भाषा की बाधा आती है तो मैं AI का सहारा लेकर हर भाषा में लोगों तक अपनी बात पहुंचाता हूं..." pic.twitter.com/oIPTckHj5i
— ANI_HindiNews (@AHindinews) March 20, 2024
સોફ્ટવેરની દુનિયામાં સૌથી મોટી છલાંગ લગાવીઃ પીએમ મોદી
Startup Mahakumbh માં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારતે છેલ્લા દશ વર્ષમાં આઈટી અને સોફ્ટવેરની દુનિયામાં સૌથી મોટી છલાંગ લગાવી છે, હવે આપણે જોઈએ છીએ કે ભારત નવીનતા અને સ્ટાર્ટઅપ કલ્ચરના વિકાસની દ્રષ્ટિએ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઝુંબેશ હેઠળ, દેશે નવા ઈનોવેશન આઈડિયાઝને પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને તેમને ભંડોળના સ્ત્રોતો સાથે જોડ્યા. અમે શૈક્ષણિક સંસ્થાઓમાં ઇન્ક્યુબેટર સ્થાપિત કરવા માટે એક ઝુંબેશ પણ શરૂ કરી અને તેની નર્સરી તરીકે 'અટલ ટિંકરિંગ લેબ' શરૂ કરી. ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિનું નેતૃત્વ આજે દેશના નાના શહેરોના યુવાનો કરી રહ્યા છે.’
ભારતની સ્ટાર્ટઅપમાં યુવાનો કરે છે ક્રાંતિનું નેતૃત્વ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, 'ભારતે સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઝુંબેશ હેઠળ નવા-નવા ઈનોવેશન આઈડિયાને પ્લેટફોર્મ આપ્યું, તેમને ભંડોળના સ્ત્રોતો સાથે જોડ્યા. અમે શૈક્ષણિક સંસ્થાઓમાં ઇન્ક્યુબેટર સ્થાપિત કરવા માટે એક ઝુંબેશ પણ શરૂ કરી અને તેની નર્સરી તરીકે 'અટલ ટિંકરિંગ લેબ' શરૂ કરી. ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિનું નેતૃત્વ આજે દેશના નાના શહેરોના યુવાનો કરી રહ્યા છે.’ વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઝુંબેશ હેઠળ ઘણી બધી વાતો કરી હતીં. જેમાં ભારતે સ્ટાર્ટઅપ અંતર્ગત હાંસલ કરેલી સિદ્ધિઓની પણ વિગતે ચર્ચા કરી હતી.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी भारत मंडपम में 'स्टार्टअप महाकुंभ' में शामिल हुए। pic.twitter.com/HyYM9sDxfK
— ANI_HindiNews (@AHindinews) March 20, 2024
સ્ટાર્ટઅપના આધારે ભારતનું અર્થતંત્ર આગળ આવશે
વધુમાં વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને આનંદ અને ખુશી છે કે, કૃષિ, ટેક્સટાઈલ, મેડિસિન, પરિવહન, અવકાશ અને અત્યારે તો યોગ અને આયુર્વેદમાં પણ લોકો સ્ટાર્ટઅપ કરી રહ્યાં છે. અવકાશની વાત 50 થી વધારે સેક્ટર્સમાં ભારતના સ્ટાર્ટઅપ સારા એવા કાર્ય કરી રહ્યાં છે. અમારા સ્ટાર્ટઅપ્સે પહેલાથી જ સ્પેસ શટલ લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતની યુવા શક્તિની તાકાત અને સામર્થ્ય આજે આખી દુનિયા જોઈ રહીં છે. તેના આધારે ભારતનું અર્થતંત્ર આગળ આવવાનું છે.
વચગાળાના બજેટમાં ઘણો મોટો નિર્ણય લેવાયોઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ‘ભારતે સ્ટાર્ટઅપ-20 હેઠળ વિશ્વભરના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો છે. આ જ ભારત મંડપમમાં, G-20 ના દિલ્હી ઘોષણાપત્રમાં સ્ટાર્ટઅપ્સને માત્ર પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યા ન હતા, પરંતુ તેમને વૃદ્ધિના કુદરતી એન્જિન તરીકે પણ ગણવામાં આવ્યા હતા. આ વચગાળાના બજેટમાં ઘણો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રિસર્ચ અને ઈનોવેશન માટે 1 લાખ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરવામાં આવી છે.’