ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે લીંબુ બન્યા ઝઘડાનું મૂળ કારણ, નોંધાઇ પોલીસ ફરિયાદ

રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ લીંબુના ભાવ આસમાને જઇ રહ્યા છે. બજારમાં રૂ. 200થી 250 પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા છે. ત્યારે મોંઘા લીંબુ હવે ઝઘડાનું કારણ બનતા હોય તેવો એક મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હારીજના કાઠી ગામમાં લીંબુ લઈ જવા બાબતે કૌટુંબિક પરિવારમાં ઝઘડો થયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ઘટના એવી છે કે, ફરિયાદી હંસાબેન ઠાકોરની દીકરી નજીકમાં રહેતા અનિતાબેન શૈલેષભાઈનà«
07:01 AM May 06, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ લીંબુના ભાવ આસમાને જઇ રહ્યા છે. બજારમાં રૂ. 200થી 250 પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા છે. ત્યારે મોંઘા લીંબુ હવે ઝઘડાનું કારણ બનતા હોય તેવો એક મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. 

હારીજના કાઠી ગામમાં લીંબુ લઈ જવા બાબતે કૌટુંબિક પરિવારમાં ઝઘડો થયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ઘટના એવી છે કે, ફરિયાદી હંસાબેન ઠાકોરની દીકરી નજીકમાં રહેતા અનિતાબેન શૈલેષભાઈને ત્યાંથી લીંબુ લઈ આવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે હંસાબેનના દીકરી લીંબુ નથી લાવ્યાનો ખુલાસો કરે છે, તેમ છતાં અનિતાબેન અને શૈલેષભાઈ દ્વારા ફરિયાદીના ઘરે જઈ જેમ તેમ અશોભનીય શબ્દો બોલી અને માર મારવામાં આવે છે. ત્યારે સમગ્ર ઘટનામાં હાલ મોંઘાદાટ લીંબુને નિમિત્ત બનાવી હંસાબેને હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈ પોલીસ પણ અચરત પામી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જોકે, પાટણ જિલ્લામાં મોંઘા લીંબુને કારણે આ ઝઘડો થયો અને પોલીસ ફરિયાદનો પ્રથમ કિસ્સો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, વાતાવરણની અનિયમિતતાને કારણે લીંબુના પાકમાં ખૂબ જ મોટી નુકસાની થઇ છે. જેના પગલે લીંબુની આવક ખૂબ જ ઓછી છે. જ્યારે ઉનાળો શરૂ થતાની સાથે જ તેની માંગ એકાએક વધી જતા લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હતા. લીંબુના ભાવ આસમાને પહોંચી જવાના કારણે હવે તેની ચોરી પણ થવા લાગી છે. થોડા દિવસ પહેલા જ સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામમાં એક ખેડૂતે તેના સાડા 6 વીઘાના ખેતરમાં લીંબુની ખેતી કરી હતી. જ્યાથી લગભગ 140 જેટલા લીંબુને કોઇ રાત્રિની અંધારામાં ચોરી ગયું હતું. મહત્વનું છે કે, ગરમીના કારણે ઉત્પાદનને મોટી અસર થઈ છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે ટ્રાન્સપોર્ટ ચાર્જમાં પણ વધારો થયો છે. એક તરફ લીંબુની અછત અને બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં વધારો, બંને મોંઘવારી માટે જવાબદાર છે.
Tags :
GujaratGujaratFirstlemonPatanpolicepolicecomplaintquarrelregisteredrootcause
Next Article