વરરાજાએ લગ્નમાં ધોતીની જગ્યાએ શેરવાની પહેરી તો ઝગડો તો થયો જ, પથ્થરમારો પણ થયો!
ઘણીવખત એવું બને કે લગ્ન દરમિયાન વર અને કન્યાના પરિવાર વચ્ચે ઝગડો થાય છે. કોઇ વાતને લઇને બંને પરિવારો સામ સામે આવી જાય છે. ત્યાં સુધી કે અમુક કિસ્સાઓમાં તો વાત મારામારી સુધી પહોંચી જાય છે. અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં આ પ્રકારના અનેક વિડીયો પણ સામે આવે છે. જો કે તમે ક્યારેય વિચાર્યુ છે કે વરરાજાની શેરવાનીના કારણે પણ બે પક્ષ વચ્ચે ઝગડો થઇ શકે છે?સામાન્ય રીતે લગ્નમાં વરરાજા શેરવાનà«
ઘણીવખત એવું બને કે લગ્ન દરમિયાન વર અને કન્યાના પરિવાર વચ્ચે ઝગડો થાય છે. કોઇ વાતને લઇને બંને પરિવારો સામ સામે આવી જાય છે. ત્યાં સુધી કે અમુક કિસ્સાઓમાં તો વાત મારામારી સુધી પહોંચી જાય છે. અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં આ પ્રકારના અનેક વિડીયો પણ સામે આવે છે. જો કે તમે ક્યારેય વિચાર્યુ છે કે વરરાજાની શેરવાનીના કારણે પણ બે પક્ષ વચ્ચે ઝગડો થઇ શકે છે?
સામાન્ય રીતે લગ્નમાં વરરાજા શેરવાની પહોરે છે. દેરક યુવકેને પોતાના લગ્નમાં શેરવાની પહેરવાનો શોખ હોય છે. તેવામાં એક એવી ઘટના સામે આવી છે કે વરરાજાએ પહેરેલી શેરવાનીના કારણે કન્યા પક્ષના લોકોએ ઝગડો કર્યો અને વાત મરામારી સુધી પહોંચી ગઇ. ત્યાં સુધી કે એક શરેવાનીના કારણે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો પણ થયો.
શેરવાની પહેરવાને લઈને વિવાદ
વાત છે મધ્ય પ્રદેશના માંગબેડા ગામની. જ્યાં એક લગ્ન દરમિયાન આ ઘટના બની છે. આ લગ્નમાં દુલ્હનના સંબંધીઓએ વરરાજાને તેમના રિવાજો મુજબ ધોતી અને કુર્તો પહેરવાનું કહ્યું હતું. જ્યારે સુંદરલાલ નામના વરરાજાએ તે વાત માની નહીં અને શેરવની પહેરી. બસ પછી શું હતું, બંને પક્ષ વચ્ચે ખરેખરનો ઝગડો થયો. ધામનોદ પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
તું-તું મેં-મેં બાદ પથ્થરમારો
ધામનોદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુશીલ યદુવંશીએ જણાવ્યું કે વરરાજાએ ધોતી-કુર્તા પહેરવાને બદલે શેરવાની પહેરવાને લઈને બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. થોડા સમય પછી આ વિવાદ પથ્થરબાજીમાં ફેરવાઈ ગયો. બાદમાં બંને પક્ષોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આઈપીસીની કલમ 294, 323 અને 506 હેઠળ કેટલાક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
બાદમાં ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી
સમગ્ર ઘટના અંગે વરરાજાએ જણાવ્યું કે કન્યા પક્ષ તરફથી કોઇ વિવાદ કે વિરોધ નહોતો થયો. પરંતુ તેમના પક્ષે આવેલા કેટલાક સંબંધીઓ લોકોને હેરાન કરી રહ્યા હતા. છોકરાના કેટલાક સંબંધીઓ પોલીસ સ્ટેશન ગયા અને વિરોધ કર્યો. કેટલીક મહિલાઓએ દાવો કર્યો છે કે છોકરીના સંબંધીઓએ પથ્થરમારો કર્યો હતો જેના કારણે લોકો ઘાયલ થયા હતા. જો કે, બાદમાં બંને પરિવારો વચ્ચે સામાધાન પણ થઇ ગયું હતું અને લગ્નની વિધિ પણ પૂર્ણ કરવમાં આવી હતી.
Advertisement