બિહારમાં ના 'કેશ' પકડાઇ..ના EDએ દરોડા પાડ્યા....જયરામ રમેશનો કટાક્ષ
બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ જેડીયુએ ધારાસભ્ય દળની બેઠક બાદ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું અને ત્યાર બાદ કોઈપણ હલચલ વિના, જેડી (યુ) એ રાષ્ટ્રીય જનતા દળ સહિત મહાગઠબંધનના અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીની ઉદ્ધવ ઠાકરે સરકારને પછાડવા માટે જે રીતે રમત રમાઈ હતી, તે બિહારમાં જોવા મળી નથી. એકવાર બેઠકોનો રાઉન્ડ થયો અને નવી સરકારની àª
Advertisement
બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ જેડીયુએ ધારાસભ્ય દળની બેઠક બાદ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું અને ત્યાર બાદ કોઈપણ હલચલ વિના, જેડી (યુ) એ રાષ્ટ્રીય જનતા દળ સહિત મહાગઠબંધનના અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીની ઉદ્ધવ ઠાકરે સરકારને પછાડવા માટે જે રીતે રમત રમાઈ હતી, તે બિહારમાં જોવા મળી નથી. એકવાર બેઠકોનો રાઉન્ડ થયો અને નવી સરકારની રચનાની જાહેરાત થઈ. હવે ઓપરેશન લોટસને લઈને કોંગ્રેસે ભાજપને આડે હાથ લીધી છે.
બિહારમાં નવી મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે અને ભાજપ સત્તાથી બહાર છે ત્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે મહારાષ્ટ્ર સાથે ભાજપને જોડીને આકરા પ્રહારો કર્યા છે. જયરામ રમેશે ટ્વિટ કર્યું, "બિહારમાં જે બન્યું તે ઓપરેશન લોટસથી કેટલું અલગ છે! કોઈ રોકડ જપ્ત નથી, કોઈ ED ના દરોડા નથી. કોઈ આસામના મુખ્યમંત્રીની જરૂર નથી, કોઈ રિસોર્ટ્સ નથી. બધું સંસ્કારી રીતે થયું. મુખ્યમંત્રીને સૌથી મોટી પાર્ટી અને અન્ય પક્ષોનું સમર્થન મળ્યું. મહારાષ્ટ્રમાં ભાજપ પક્ષપલટો થયો, બિહારમાં તેને હાંકી કાઢવામાં આવ્યો."
बिहार में जो हुआ वो ऑपरेशन लोटस से कितना अलग है! न कैश पकड़ा गया, न ईडी की छापेमारी हुई। न असम के CM की जरूरत पड़ी, न रिजॉर्ट की।
सब कुछ सभ्य तरीके से हुआ। CM को सबसे बड़ी पार्टी और अन्य दलों का समर्थन मिला। महाराष्ट्र में BJP ने दलबदल किया, बिहार में उसे बेदखल कर दिया गया।
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 10, 2022
બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણે JD(U)ના નેતા નીતિશ કુમારને રાજ્યમાં ફરીથી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. અગાઉ જેડીયુ નેતાએ પોતાનો દાવો રજૂ કર્યો હતો અને તેમને ટેકો આપનારા 165 ધારાસભ્યોની યાદી રજૂ કરી હતી. નીતીશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ બુધવારે બપોરે 2 વાગ્યે રાજભવનની અંદર રાજેન્દ્ર મંડપમમાં યોજાનાર છે. તેમના સિવાય આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
Advertisement