Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોનાની દાણચોરીની નવી મોડેસ ઓપરેન્ડી, ત્રણ શખ્સોએ આ જગ્યાએ છુપાવ્યું હતું 13 કરોડનું સોનુ, અધિકારીઓ સ્તબ્ધ

અમદાવાદ એરપોર્ટ પરથી ત્રણ પ્રવાસીઓ પાસેથી મોટાપાયે સોનાનો જથ્થો ઝડપાયો છે. શારજાહથી અમદાવાદ આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે. કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી સોનું ઝડપી પાડ્યું છે. આ ત્રણ પૈકી બે મુસાફર કમરમાં બેલ્ટની અંદર પેસ્ટ બનાવીને મોટા જથ્થામાં સોનું છુપાવીને લાવ્યા હતા. હાલ આ ત્રણેય મુસાફરોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. મેટલ à
07:53 AM Nov 30, 2022 IST | Vipul Pandya
અમદાવાદ એરપોર્ટ પરથી ત્રણ પ્રવાસીઓ પાસેથી મોટાપાયે સોનાનો જથ્થો ઝડપાયો છે. શારજાહથી અમદાવાદ આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે. કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી સોનું ઝડપી પાડ્યું છે. આ ત્રણ પૈકી બે મુસાફર કમરમાં બેલ્ટની અંદર પેસ્ટ બનાવીને મોટા જથ્થામાં સોનું છુપાવીને લાવ્યા હતા. હાલ આ ત્રણેય મુસાફરોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. 
મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરાતા શંકા ગઇ 
આજે સવારે શારજહાથી અમદાવાદ આવેલી ફ્લાઈટની આ ઘટના છે.. જેમાં  ત્રણ મુસાફરો ઇમિગ્રેશન કરાવીને કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઇને કસ્ટમ્સ તરફ ગયા હતા. જ્યાં અધિકારીઓને તેમના પર શંકા ગઇ હતી..અને તેમને અટકાવ્યા હતા. જે બાદ  તેમની પૂછપરછ કરવામાં આવતા તેઓ યોગ્ય જવાબ ન આપી શકતા અધિકારીઓને તેમના પર વધુ શંકા ગઈ હતી.બાદમાં અધિકારીઓ દ્વારા લગેજ તપાસવામાં આવતા તેમાંથી કંઈ મળી આવ્યું નહોતું. જે બાદ તેમને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરતા બીપ અવાજ આવ્યો હતો.
બેલ્ટમાં છુપાવી હતી 23 સોનાની પેસ્ટ 
આખરે વધુ તપાસ કરાતા ત્રણ પૈકી બે મુસાફરોએ કમર પર પહેરેલા બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી હતી.ગેરકાયદે સોનુ લાવવાની આ મોડસ ઓપરેન્ડી જોઈને કસ્ટમ્સ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ભારતીય બજારમાં આ સોનાની કિંમત રૂ. 13 કરોડ થાય છે. તેઓ આ સોનું ક્યાંથી લાવ્યા હતા અને અમદાવાદમાં કોને આપવાનું હતું? એ દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 
આ પણ વાંચો -  વડોદરા ખાતે ગુજરાત ATSએ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadairportGoldGujaratFirstOfficialsSmuggling
Next Article