Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુરમાં મિલકતમાં ભાગ મામલે મહિલા પર જેઠાણી અને ભત્રીજાનો હુમલો

જેતપુરમાં મકાનના ભાગ મામલે મહિલા પર ભત્રીજા અને જેઠ જેઠાણીએ ગાળો આપી હુમલો કરતા મહિલાને સારવારમાં ખસેડાઇ હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા જેતપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ફરિયાદી યાસ્મીનબન સાહોદભાઇ લુવાણાયા (ઉ.વ .32) (રહે.ગોપાવાડી, હનુમાનના મંદીર પાસે, શેરી નં.10, જેતપુર) એ જણાવ્યું હતું કે, ગત તા.18 ના સાંજના તે તેના પતિ તથા જેઠ અશરફભાઇ શકુરભાઇ લુલાણીયા જેઠાણી સબાનાબેન પરિવાર સાàª
જેતપુરમાં મિલકતમાં ભાગ મામલે મહિલા પર જેઠાણી અને ભત્રીજાનો હુમલો
જેતપુરમાં મકાનના ભાગ મામલે મહિલા પર ભત્રીજા અને જેઠ જેઠાણીએ ગાળો આપી હુમલો કરતા મહિલાને સારવારમાં ખસેડાઇ હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા જેતપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ફરિયાદી યાસ્મીનબન સાહોદભાઇ લુવાણાયા (ઉ.વ .32) (રહે.ગોપાવાડી, હનુમાનના મંદીર પાસે, શેરી નં.10, જેતપુર) એ જણાવ્યું હતું કે, ગત તા.18 ના સાંજના તે તેના પતિ તથા જેઠ અશરફભાઇ શકુરભાઇ લુલાણીયા જેઠાણી સબાનાબેન પરિવાર સાથે ઘરે હતાં ત્યારે તેના સસરાના મકાનના વારસાઈ ભાગ બાબતે ઘરમેળે વાતચીત ચાલતી હતી
ત્યારે તેના જેઠ અશરફભાઇએ કહેલ કે તમને વારસામા કાંઇ આપવુ નથી અને તમે બન્ને અહીયાથી ઘર ખાલી કરીને બીજી જગ્યાએ રહેવા જતા રહો અને ગાળો બોલવા લાગેલ જેથી તેમને ગાળો બોલવાની ના પાડતા તેનો સગીર પુત્ર મોઇન પણ ગાળો બોલવા લાગેલ અને ઝપાઝપી થતાં ફરિયાદીના જેઠના બન્ને સગીર પુત્રોએ ઉશ્કેરાય જઈ લાકડા બેટ વડે માથામાં ઘા ઝીંકી દીધેલ હતો. તેમજ જેઠાણી સબાનાબેન અને ફરજાનાબેને ઢીકાપાટુનો મુંઢ માર મારતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં યશમીનબેનને સારવારમાં ખસેડવામાં આવેલ હતાં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.