આપણે આપણા હેરિટેજ માટે - આપણા વારસા માટે અને તેના જતન માટે કેટલા બધા ઉદાસીન છીએ !
ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા અને ભારતીય વારસાના રક્ષણ માટે આપણે ત્યાં વાતો બહુ થાય છે પણ તેના રખરખાવ અને જાળવણી બાબત બહુ કાળજી લેવાતી નથી. મોટે ભાગે આ જવાબદારી પણ આપણે સરકારને માથે નાખીએ છીએ આપણા હાથ ઊંચા કરી દેતા હોઈએ છીએ. તાજેતરના એક સમાચાર પ્રમાણે અમદાવાદમાં જ છેલ્લાં બે વર્ષમાં 40 50 થી પણ વધુ હેરિટેજ મકાનો ધરાશાયી થયા છે. ખાસ કરીને અમદાવાદની મૂળ ઓળખ સમા પોળોના મકાનોની યથાતથ à
ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા અને ભારતીય વારસાના રક્ષણ માટે આપણે ત્યાં વાતો બહુ થાય છે પણ તેના રખરખાવ અને જાળવણી બાબત બહુ કાળજી લેવાતી નથી. મોટે ભાગે આ જવાબદારી પણ આપણે સરકારને માથે નાખીએ છીએ આપણા હાથ ઊંચા કરી દેતા હોઈએ છીએ.
તાજેતરના એક સમાચાર પ્રમાણે અમદાવાદમાં જ છેલ્લાં બે વર્ષમાં 40 50 થી પણ વધુ હેરિટેજ મકાનો ધરાશાયી થયા છે. ખાસ કરીને અમદાવાદની મૂળ ઓળખ સમા પોળોના મકાનોની યથાતથ જાળવણી થવી જોઈએ એવું તો આપણે સ્વીકાર્યું છે. પણ જે તે સત્તા મંડળ દ્વારા તેના રખ રખાવ કે રિનોવેશનમાં આધુનિક ટેકનોલોજી અને રંગ-રોગાનનો જે રીતે ઉપયોગ થાય છે તેને કારણે તેની મૂળ ઓળખ ગુમાવી દે છે. વળી પોળોના મકાનો ખરીદીને તેને ધરાશાયી કરીને બિલ્ડરો દ્વારા થતું ફ્લેટનું નિર્માણ પોળની મુલાકાતે જઈએ ત્યારે “ કંસારમાં કાંકરા” જેવા લાગે છે. એકાદ વર્ષ પહેલાં ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ કલાપીનો તેમના વતન લાઠીનો પડું પડું થતો અને વેરાન બની ગયેલો મહેલ જોઈને આપણે આપણા તરફ કેટલા ઉદાસીન છીએ તેની દુઃખ સાથે નોંધ લેવાઇ જાય છે.
મહાત્મા ગાંધીના સાબરમતિ આશ્રમના નવનિર્માણનું આયોજન પણ આ દ્રષ્ટિકોણથી ઘણા લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. અગાઉ અમદાવાદના જનજીવન સાથે એકરૂપ થઈ ગયેલા “ચાલી જીવન”ને પણ આધુનિકતાનો લુણો લાગવા માંડ્યો છે. જીવદયા માટે બનાવાયેલી પાંજરાપોળો પણ મોલ શોપિંગ સેન્ટર બનાવવા માટે વેચાઇ રહ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રજા દ્વારા મુકાયેલા ચબૂતરાઓ હવે મ્યુઝિયમોમાં જ જોવા મળે છે.
આ બધી જ બાબતો આપણે આપણા હેરિટેજ માટે - આપણા વારસા માટે અને તેના જતન માટે કેટલા બધા ઉદાસીન છીએ તેની ગવાહી પૂરે છે.
Advertisement