Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હેરિટેજ ઇન્ફ્રાસ્પેસે આધુનિક આરએમસી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, વોટર ચિલર સહિતની નવી ટેક્નોલોજીથી સજ્જ

અમદાવાદની કન્સ્ટ્રક્શન કંપનીઓ પૈકીની એક એવી હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડે તેના રેડી-મિક્સ કોંક્રિટ (આરએમસી) બિઝનેસનું વિસ્તરણ કરતાં શહેરમાં બીજા પ્રોડક્શન એકમનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી પ્રોડક્શન સુવિધાનો ઉદ્દેશ્ય શહેરમાં માળખા અને રિયલ એસ્ટેટ સેક્ટરની રેડી-મિક્સ કોંક્રિટની સતત વધી રહેલી માગને પુરી કરવાનો છે.હાલમાં કંપની 60 ક્યુબિક મીટર્સની ઉત્પાદન ક્ષમતા ધરાવ
હેરિટેજ ઇન્ફ્રાસ્પેસે આધુનિક આરએમસી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું  વોટર ચિલર સહિતની નવી ટેક્નોલોજીથી સજ્જ
અમદાવાદની કન્સ્ટ્રક્શન કંપનીઓ પૈકીની એક એવી હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડે તેના રેડી-મિક્સ કોંક્રિટ (આરએમસી) બિઝનેસનું વિસ્તરણ કરતાં શહેરમાં બીજા પ્રોડક્શન એકમનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી પ્રોડક્શન સુવિધાનો ઉદ્દેશ્ય શહેરમાં માળખા અને રિયલ એસ્ટેટ સેક્ટરની રેડી-મિક્સ કોંક્રિટની સતત વધી રહેલી માગને પુરી કરવાનો છે.
હાલમાં કંપની 60 ક્યુબિક મીટર્સની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને નવો પ્લાન્ટ તેની કુલ ક્ષમતામાં વધુ 112 ક્યુબિક મીટર્સનો ઉમેરો કરશે. જેના કારણે એકંદર ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. કોંક્રિટ પ્લાન્ટના કૂલિંગ માટે વોટર ચિલર સહિતની નવી ટેક્નોલોજીથી સજ્જ પ્લાન્ટથી કોંક્રિટના ઝડપી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનને સુનિશ્ચિત કરી શકાશે. આ પ્લાન્ટ ખૂબ જ અનુકૂળ સ્થળે આવેલો છે કે જ્યાંથી બોપલ, ગોતા, સાયન્સ સિટી, ભાડજ અને વૈશ્ણોદેવી વગેરે જેવાં આસપાસના વિસ્તારોની માગને ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળી રહેશે. 
હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ગગન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં અમારા નવા રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ. આ સુવિધા દ્વારા અમે અમારા તમામ ગ્રાહકોને ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત રેડી-મિક્સ કોંક્રિટ સપ્લાય કરવા માગીએ છીએ. આગામી વર્ષોમાં બજારના પ્રતિસાદને આધારે અમે ગુજરાતમાં સુરત, રાજકોટ અને વડોદરા જેવાં માર્કેટમાં પણ અમારી ઉપસ્થિતિ વિસ્તારવાની યોજના ધરાવીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વિસ્તરણથી માર્કેટમાં બીજા સ્પર્ધકોની સરખામણીમાં અમે અમારું નેતૃત્વ જાળવી શકીશું. તેમનુ કહેવુ છે કે  પ્લાન્ટ માટે ઉપયોગમાં લેવાતી વોટર ચિલર ટેક્નોલોજી કોંક્રિટનું તાપમાન ઘટાડે છે તેથી ગુણવત્તા અને મજબૂતાઈમાં નોંધપાત્ર વધારો કરે છે.
Advertisement
Tags :
Advertisement

.