ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જેતપુર નજીક કેનાલ છલકાતા ખેતરોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યા

જેતપુર તાલુકામાંથી પસાર થતી ભાદર સિંચાઈ વિભાગની કેનાલ સફાઈનાં અભાવે છલકાવાની  અને તંત્રની બેદરકારીને કારણે છલકાઇ જતા અંદાજે ખેડૂતોની 150 વીઘા જમીનમાં કેનાલનું પાણી ફરી વળતા આ સમસ્યાને કારણે ખેડૂતો ભારે ત્રાસ અનુળબી રહ્યાં છે.ખીરસરા ગામ નજીક ભાદર-1 શાખાની મેઈન કેનાલ છલકાતા ખેતરોનાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા.તાલુકાના ખીરસરા ગામ નજીકથી પસાર થતા ભાદર-1 સિંચાઈ વિભાગની કેનાલ દ્à
05:44 PM Feb 17, 2023 IST | Vipul Pandya
જેતપુર તાલુકામાંથી પસાર થતી ભાદર સિંચાઈ વિભાગની કેનાલ સફાઈનાં અભાવે છલકાવાની  અને તંત્રની બેદરકારીને કારણે છલકાઇ જતા અંદાજે ખેડૂતોની 150 વીઘા જમીનમાં કેનાલનું પાણી ફરી વળતા આ સમસ્યાને કારણે ખેડૂતો ભારે ત્રાસ અનુળબી રહ્યાં છે.ખીરસરા ગામ નજીક ભાદર-1 શાખાની મેઈન કેનાલ છલકાતા ખેતરોનાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા.
તાલુકાના ખીરસરા ગામ નજીકથી પસાર થતા ભાદર-1 સિંચાઈ વિભાગની કેનાલ દ્વારા આપવામાં આવી રહેલ ખેડૂતોને પિયત માટે પાણી બપોરના સમયે છલકાઇ જવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આ કેનાલની સાફ- સફાઈ તંત્ર દ્વારા કરવામાં નહીં આવતા કેનાલમાં ઉગી ઝાડી- ઝાંખરા ઉગી ગયા છે અને કચરાને તેમજ સેવાળનાં કારણે પાણી આગળ નહીં જતા છલકાઈને બહાર આવી ખેતરમાં ફરી વળ્યા હતા. ઉપરાત કેનાલની ક્ષામતા કરતા વધુ પાણી છોડતા ખેડૂતોના રવિ પાકને નુકશાન જતાજેને કારણે ખેડૂતોમાં રોષ પ્રવત્યો હતો. ખેતરોમાં શિયાળુ પાક ઘઉં, ચણા, ધાણા, તેમજ કપાસના પાકોમાં પાણી ફરી વળતા નુકસાન જવાની પણ દહેશત સેવાઈ રહી છે.
ખેડૂતોના આક્ષેપો પ્રમાણે તંત્રને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં પગલા લેવાતા નથી. કેનાલોની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી તેમજ કેનાલોનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું નાં આવતું હોવાનું જણાવ્યું હતું ઉપરાત ક્ષમતા કરતા વધુ પાણી છોડતા જેથી ભાદર -1 સિંચાઈ વિભાગની મેઈન કેનાલ ઓવરફ્લો થતાં અંદાજે 150 વિધા જેટલા ખેતોરોમા પાણી ભરાતા જગતના તાત ને  ભારે મુશ્કેલી સામનો કરવો પડીયો હતો. કેનાલના પાણી થી થયેલ નુકશાનનુ વળતર ભાદર સિંચાઈ વિભાગ આપે અને તાત્કાલિક ધોરણે કેનાલ સફાઈ કરાવે તેવી ખેડુતોનો ની માંગણી ઉઠવા પામી હતી.ખેડુતોઓ ના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ પણ સેવાઇ રહી છે.
આ બાબતે ભાદર સિંચાઈ વિભાગના અધિકારી મિતેશ મોવલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને પિયત માટે આપવામાં આવી રહેલ સિંચાઈ માટેનુ પાણી આ છેલ્લું પાણ આપવામાં આવી રહ્યું છે પરતું ડેમમાં તેમજ કેનાલમાં વળેલ સેવાળનાં કારણે આ તકલીફ સર્જાય છે.તેમજ હાલ જે ખેડૂતોના પાકમાં પાણી ફરી વળેલ તે વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.
આપણ  વાંચો-નર્મદાનું એક એવું મંદિર છે જ્યાં શિવરાત્રિ એ શિવ નહિ પરંતુ શક્તિની પૂજા કરવામાં આવે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhadarIrrigationcropdamageFarmersfieldsGujaratFirstJetpurKhirsaravillagelandofthesystem
Next Article