Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગરબાનું આયોજન, અધિકારીઓ, કર્મચારીઓ સાથે ગરબે ઝુમ્યા

માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ અને તેમાંય ગુજરાતીઓ ગરબાની રમઝટ બોલાવવામાં ચૂકતું નથી જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય કેળવાય તેમજ દીકરીઓ સુરક્ષિત ગરબા રમી શકે તે માટે ભરૂચમાં સૌપ્રથમ વખત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતા પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ અધિકારીઓ અને ભરૂચની જનતાએ એક મંચ ઉપર ગરબાની રમઝટ બોàª
05:22 PM Sep 30, 2022 IST | Vipul Pandya
માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ અને તેમાંય ગુજરાતીઓ ગરબાની રમઝટ બોલાવવામાં ચૂકતું નથી જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય કેળવાય તેમજ દીકરીઓ સુરક્ષિત ગરબા રમી શકે તે માટે ભરૂચમાં સૌપ્રથમ વખત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતા પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ અધિકારીઓ અને ભરૂચની જનતાએ એક મંચ ઉપર ગરબાની રમઝટ બોલાવી રહી છે
ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયું
પોલીસ એ પ્રજાનો મિત્ર હોય તે યુક્તિને ભરૂચ જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલે સાર્થક કરી છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કાળી તલાવડી સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે ભવ્ય ગરબાનું આયોજન સૌપ્રથમ વખત કરવામાં આવ્યું છે જેમાં હેડ ક્વાર્ટર ખાતે રહેતા પોલીસ પરિવારના લોકો પણ ગરબામાં મજા માણી શકે અને પોલીસ સાથે પ્રજા પણ એક મંચ પર ગરબા રમી શકે અને પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય કેળવાય તે હેતુ સાથે ગરબાના આયોજનમાં લોકો મન મૂકીને ઝૂમી રહ્યા છે આસો નવરાત્રિના ચોથા દિવસે પણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્યું હતું.
મહિલા પોલીસકર્મીઓએ આયોજન બિરદાવ્યું
પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી મહિલા કર્મચારીઓએ પણ પોલીસ પરિવાર દ્વારા ગરબાના આયોજનને બિરદાવ્યા હતા અને તેઓએ આ ગરબામાં મજા માણી રહ્યા હોય ત્યારે તેઓએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે અમે પોલીસ સર્વિસ પહેલા જે ગરબાની મજા માણી તે આજે પોલીસ સર્વિસમાં અનુભૂતિ થઈ રહી છે અને તેવી જ રીતે આજે ગરબા રમી રહ્યા છે પોલીસ પરિવારની દીકરીએ પણ પોલીસ પરિવારના ગરબામાં છેલ્લા ચાર દિવસથી મન મૂકી ગરબે ઘૂમી રહી છે તેણીએ કહ્યું હતું કે મારા પિતાને સર્વિસમાં ક્યારેય સમય મળતો નથી પરંતુ આજે થયેલા ગરબાના આયોજનમાં પરિવાર સાથે ગરબા રમીને એક અનુભૂતિ થઈ રહી છે અને ખરેખર ભરૂચ પોલીસ પરિવારનું આ ગરબાનું આયોજન કરવા બદલ આભાર માનીએ છીએ કે પોલીસ પરિવારના દીકરા દીકરીઓ આજે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સુરક્ષિત રીતે ગરબે ઝૂમી રહ્યા છે અને તે પણ ભરૂચની જનતા સાથે વરસો વરસ આવા આયોજનો થતા રહે તેવી ઈચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.
ભરૂચની જનતા પણ સાથે ઝુમી
ભરૂચ જિલ્લામાં પાર્ટી પ્લોટોમાં મોટા ગરબાના આયોજનો થતા હોય છે પરંતુ તેમાં પણ પાસ સિસ્ટમ હોવાના કારણે ઘણી વખત મધ્યમ કે ગરીબ વર્ગના લોકો મોંઘી દોટ પાસ ખરીદી શકતા નથી અને તેઓ નિરાશ થતા હોય છે અને આવા ગરબાના આયોજનમાં પાસ તો ઠીક પાર્કિંગના પણ રૂપિયા ચૂકવવા પડતા હોય છે આટલી મોંઘવારીમાં ગરબા રમવા જવું કે ન જવું તે ચિંતાનો વિષય બનતો હોય છે પરંતુ ભરૂચમાં સૌપ્રથમ વખત પોલીસ પરિવાર દ્વારા માં જગદંબાની આરાધના પર્વ નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવતા સમગ્ર પોલીસ પરિવાર સાથે ભરૂચની જનતા પણ એક ગ્રાઉન્ડ ઉપર ગરબે ઝૂમી રહી છે
પોલીસ એ પ્રજાનો મિત્ર સુત્ર સાર્થક
ભરૂચ પોલીસે સાર્થક કરી બતાવ્યું કે પોલીસ એ પ્રજાનો મિત્ર છે અને એક જ ગરબા ગ્રાઉન્ડ ઉપર આજે પોલીસ પરિવાર મીડિયા પરિવાર અને ભરૂચની જનતા ગરબે ઘૂમી રહી છે પોલીસ હેડ ક્વાર્ટરનું ગરબા ગ્રાઉન્ડ છેલ્લા ચાર પાંચ દિવસથી ખેલૈયાઓથી સતત ઉભરાઈ રહ્યું છે.
ઘરડા ઘરના વૃદ્ધોએ પણ માતાજીની આરાધના કરી
માં જગદંબાની આરાધના પર્વ આસો નવરાત્રિમાં માતાજીની આરાધના થી ઘરડાઘરના પણ વંચિત ન રહે તે માટે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા એક અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચના કશક સ્થિત ઘરડા ઘરમાં રહેતા વય વૃદ્ધોએ પણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગરબા ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત રહી માતાજીની આરતી સાથે આરાધના કરી ગરબાની મજા માણી હતી.
Tags :
BharuchBharuchPoliceFestivalGujaratGujaratFirstNavratriNavratri2022
Next Article