Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરક્ષા અને સુવિધાથી સજ્જ થયું જેતપુરનું નવી સાંકળી ગામ, ડિજિટલ ગુજરાત તરફ પ્રયાણ

જેતપુર તાલુકામાં નવી સાંકળી ગામની સુવિધા સાથે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ગામમાં  CCTV  કેમેરા લગાવવામાં આવ્યા છે. નવી સાંકળી ગામમાં ગુનાખોરીને ડામવા માટે ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પણ 32 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેતપુરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા અને 750 વસ્તી ધરાવતુ નવી સાંકળી ગામના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાà
સુરક્ષા અને સુવિધાથી સજ્જ થયું જેતપુરનું નવી સાંકળી ગામ  ડિજિટલ ગુજરાત તરફ પ્રયાણ
Advertisement
જેતપુર તાલુકામાં નવી સાંકળી ગામની સુવિધા સાથે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ગામમાં  CCTV  કેમેરા લગાવવામાં આવ્યા છે. નવી સાંકળી ગામમાં ગુનાખોરીને ડામવા માટે ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પણ 32 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. 
જેતપુરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા અને 750 વસ્તી ધરાવતુ નવી સાંકળી ગામના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામના પશુપાલકોને સવાર-સાંજ ખેતરોમાં એકલદોકલ જવાનું હોય છે.  મહિલાઓની સલામતી તેમજ ચોરી સહિતના બનાવોને રોકવા માટે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં CCTV લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 
જોકે જેતપુર તાલુકાના 48 ગામોમાંથી સૌથી નાની વયના મહિલા સરપંચને ગ્રામજનોએ મત આપીને ચૂંટતાની સાથે જ સરકારની નાણાપંચ યોજનામાંથી ગામના તમામ પ્રવેશદ્વાર, જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પર ત્રીજી આંખ સમાન 32 CCTV કેમેરાની સુરક્ષા ગોઠવવામાં આવી છે. જેનો ખર્ચ 7 લાખ જેટલો થયો છે.  CCTVનું સીધુ કનેક્શન ગ્રામ પંચાયત સાથે જોડવામાં આવ્યું છે અને તેનુ સંચાલન કરવામાં આવે છે. ગામની શાળા, બાલ મંદિર આસપાસ પણ CCTV લગાવવામાં આવ્યા છે. આ  ઉપરાંત મંદિરોની સલામતી માટે દેવાલયોને પણ CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે.  
750 જનસંખ્યા ધરાવતા નાના એવા નાની સાંકળી ગામમાં ગ્રામ પંચાયતના શાસકો અને ગામલોકોના પ્રયત્નોથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળતો થયો છે. ગ્રામપંચાયતના હોદ્દેદારોએ વીજ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ સહિતની પાયાની ભૌતિક સુવિધાઓ આપવા માટે કમર કસી છે. કહી શકાય કે યુવા પેઢીના રાજથી આવનારા આગામી સમયમાં આ ગામ ગુજરાતનું ગૌરવવતું અને મોડેલ ગામ બની ઉભરી આવે તો નવાઈ નહિ.
Tags :
Advertisement

.

×