Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચેન્નઈમાં સાયક્લોન મૈંડૂસની અરસ દેખાઈ, હવાઈ સેવા થઈ પ્રભાવિત, રેડ એલર્ટ જાહેર

NDRFની ટીમો સ્ટેન્ડ બાયઆજે મધ્ય રાત્રી પસાર થશે MandousIMD દ્વારા રેડ એલર્ટ જાહેરCyclone Mandous : સાયક્લોન મૈડૂસની (Cyclone Mandous) વ્યાપક અસર તમિલનાડૂના (Tamilnadu) દરિયાકાંઠે જોવા મળી રહી છે. IMD તરફથી સાયક્લોનને લઈને રેડ એલર્ટ (Read Alert) જાહેર કરી દીધું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દીધાં છે અને માછીમારોને દરિયો ખેડવા નહી જવાની સુચના અપાઈ છે.સાયક્લોન મૈડૂસ (Cyclone Mandous) આજે મોડી રાત્રે ચેન્નઈ (Chennai) નજીà
12:18 PM Dec 09, 2022 IST | Vipul Pandya
  • NDRFની ટીમો સ્ટેન્ડ બાય
  • આજે મધ્ય રાત્રી પસાર થશે Mandous
  • IMD દ્વારા રેડ એલર્ટ જાહેર
Cyclone Mandous : સાયક્લોન મૈડૂસની (Cyclone Mandous) વ્યાપક અસર તમિલનાડૂના (Tamilnadu) દરિયાકાંઠે જોવા મળી રહી છે. IMD તરફથી સાયક્લોનને લઈને રેડ એલર્ટ (Read Alert) જાહેર કરી દીધું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દીધાં છે અને માછીમારોને દરિયો ખેડવા નહી જવાની સુચના અપાઈ છે.
સાયક્લોન મૈડૂસ (Cyclone Mandous) આજે મોડી રાત્રે ચેન્નઈ (Chennai) નજીકના દરિયાકાંઠેથી પસાર થઈ શકે છે. તેને જોતા તમિલનાડૂના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાયક્લોનની અસરના (Effect of Cyclone) લીધે શુક્રવારે ચેન્નઈમાં ભારે વરસાદ પણ પડ્યો.
સાયક્લોનના (Cyclone) કારણે તમિલનાડૂની (Tamilnadu) રાજધાની ચેન્નઈમાં હવાઈ સેવાને અસર પડી છે. અનેક ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી છે. સાથે ઘણી ફ્લાઈટ મોડી પણ પડી છે. હાલ સાયક્લોન પોંડિચેરી અને શ્રીહરિકોટા તરફ આગળ વધી રહ્યું છે. સાયક્લોનના કારણે પોંડિચેરીમાં પણ દરેક શાળા અને કોલેજોમાં બે દિવસ માટે રજા રાખી દેવામાં આવી છે.
સાયક્લોન મૈંડૂસનો સામનો કરવા માટ NDRFની ટીમ પણ તૈયાર છે. NDRFની ટીમો રાઉન્ડ ધ ક્લોક સાયક્લોન પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત છે અને લોકોની મદદ કરવાની સંપૂર્ણ પ્રયાસ કરશે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સાયક્લોન ત્રાટકવાની શક્યતાઓવાળા જિલ્લાઓમાં 5 હજારથી વધારે રાહત શિબિરો ખોલી છે. જેમાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી શિબિરોમાં રાખવામાં આવ્યા છે. જ્યાં પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમજ કંટ્રોલરૂમ પણ ખોલવામાં આવ્યો છે.
હવામાન વિભાગ પ્રમાણે મૈંડૂસ અડધી રાત્રે ઉત્તર તમિલનાડુ, પોંડિચેરી અને તેની આસપાસના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થશે. આ દરમિયાન 65 થી 75 કિમીપ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવાની ઝડપ 85 કિમી પ્રતિ કલાક સુધી થઈ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે શુક્રવારે સવારે મૈંડૂસ ચેન્નઈના દરિયા કિનારાથી લગભગ 270 કિમી દૂર હતુ.
આ પણ વાંચો - સ્વેટરની સાથે રેઈનકોટ પણ હાથવગો રાખજો, હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ChennaiCycloneMandousGujaratFirstIMDIndiaMandousRedAlertTamilNaduWeatherForecastWeatherNews
Next Article