ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

16મી એપ્રિલથી મુંબઇ-કેશોદ ફ્લાઇટ સેવા શરુ, જાણો શું ફાયદો થશે

કેશોદ વાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આગામી 16 એપ્રિલેથી મુંબઇ-કેશોદ-મુંબઇની ફ્લાઇટ સેવા શરુ થશે. 'ગુજરાત ફર્સ્ટ'ને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ આ જાણકારી આપી હતી. જેની કાગડોળે રાહ જોવાઇ રહી હતી તે મુંબઇ-કેશોદ-મુંબઇ ફ્લાઇટ હવે શરુ થવા જઇ રહી છે. 'ગુજરાત ફર્સ્ટ'ને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ ખાસ જાણકારી આપી હતી કે આગામી 16 એપ્રિલે કેશોદ ફ્લાઇટ સà
08:10 AM Apr 11, 2022 IST | Vipul Pandya

કેશોદ વાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આગામી 16 એપ્રિલેથી મુંબઇ-કેશોદ-મુંબઇની ફ્લાઇટ સેવા શરુ થશે. 'ગુજરાત ફર્સ્ટ'ને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ આ જાણકારી આપી હતી. 

જેની કાગડોળે રાહ જોવાઇ રહી હતી તે મુંબઇ-કેશોદ-મુંબઇ ફ્લાઇટ હવે શરુ થવા જઇ રહી છે. 'ગુજરાત ફર્સ્ટ'ને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ ખાસ જાણકારી આપી હતી કે આગામી 16 એપ્રિલે કેશોદ ફ્લાઇટ સેવાની શરુઆત થશે. જયોતિરાદિત્ય સિંધીયા પણ પહેલી ફ્લાઇટમાં સવાર થશે. બપોરે 1 વાગે મુંબઇથી ફ્લાઇટ કેશોદ પહોંચશે.

 

સુત્રોએ કહ્યું હતું કે 70ની કેપીસીટીનું એટીએર એરક્રાફ્ટ હશે જે મુંબઇ-કેશોદ-મુંબઇ વચ્ચે ઉડાન ભરશે. અઠવાડીયામાં ત્રણ દિવસ ફ્લાઇટ સેવા ચાલું રહેશે. આ ફ્લાઇટ શરુ થવાના કારણે સોમનાથ મંદિરનમા દર્શને આવતા શ્રદ્ધાળુંઓ તથા  ગીરના પ્રવાસીઓ અને વેરાવળ ઔધ્યોગીક હબ હોવાથી ઉધ્યોગકારોને ઘણો ફાયદો થશે. કેશોદ ગીર જંગલ અને સોમનાથ મંદિરની નજીકમાં હોવાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ માટે મુંબઈ-કેશોદ ફ્લાઇટ સર્વિસ અત્યંત ફાયદાકારક સાબિત થશે.

આ સેવા મુંબઈ અને કેશોદ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત ઉડાન ભરશે અને વન-વે ટિકિટની કિંમત ન્યૂનતમ રૂ. 2700 હશે. એલાયન્સ એર સેક્ટરમાં 70 સીટર ATR એરક્રાફ્ટ તૈનાત કરશે. આ ફ્લાઇટ ટિકિટ દર UDAAN

યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ નો ફ્રિલ્સ ફ્લાઇટ હશે જેનો અર્થ છે કે મુસાફરોએ ઇન ફ્લાઇટ સર્વિસમાંથી ચા, કોફી, નાસ્તો વગેરે ખરીદવું પડે. દરેક મુસાફરને 15 કિલો વજનનો સામાન મફતમાં લઈ જવાની છૂટ આપવામાં

આવશે.

Tags :
flightGujaratFirstjyotiraditykeshodMUMBAI
Next Article