Morbi : દારૂની મહેફિલનો Video Viral, બે નબીરાઓની ધરપકડ
- મોરબીમાં પોલીસને પડકારતો વીડિયો આવ્યો સામે
- બે નબીરાઓ જાહેરમાં માણી રહ્યા છે દારૂની મહેફિલ!
- મચ્છુ નદીના કાંઠે દારૂ પીતા વીડિયો આવ્યો સામે
- નબીરાઓએ સોશિયલ મીડિયામાં વીડિયો પણ મુક્યો!
- જયેશ ઠાકોર નામના IDમાં મુકવામાં આવ્યો હતો વીડિયો
- વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બન્ને નબીરાઓની કરી ધરપકડ
- નૂરો અને બલ્લુ નામના શખ્સોની પોલીસે કરી ધરપકડ
Morbi : મોરબીમાં મચ્છુ નદીના કાંઠે દારૂ પીતા બે શખ્સોનો વીડિયો સામે આવ્યો છે, જેમાં નબીરાઓ જાહેરમાં દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. આ વીડિયો જયેશ ઠાકોર નામની એક સોશિયલ મીડિયા ID પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતા નબીરાઓ નૂરો અને બલ્લુ તરીકે ઓળખાયા છે. પોલીસે વીડિયોના આધારે બંને શખ્સોની ઓળખ કરી અને તેમની ધરપકડ કરી છે. આ બનાવને કારણે મોરબીમાં કાયદો-વ્યવસ્થા પર લોકો સવાલો કરવા લાગ્યા છે.