Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈજાગ્રસ્ત બુમરાહનું સ્થાન લેશે આ ખેલાડી, ICCને મોકલાયું ફાઈનલ લિસ્ટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે.  ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહના સ્થાને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન લેશે. આ સાથે મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. T20 વર્લ્ડ કપ માટે, BCCIએ તેના અંતિમ 15 ખેલાડીઓની યાદી ICCને મોકલી છે.મહમદ શમીનું નામ આગળ હતુઓક્ટોબરના પહ
11:41 AM Oct 14, 2022 IST | Vipul Pandya
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે.  ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહના સ્થાને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન લેશે. આ સાથે મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. T20 વર્લ્ડ કપ માટે, BCCIએ તેના અંતિમ 15 ખેલાડીઓની યાદી ICCને મોકલી છે.
મહમદ શમીનું નામ આગળ હતુ
ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠના દુ:ખાવાના કારણે T20 વર્લ્ડ કપ નહી રમી શકે. બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમીનું (Mohammed Shami) નામ સૌથી આગળ હતું. પરંતુ મોહમ્મદ શમીની મેચ ફિટનેસ અંગે શંકા હતી. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ પહેલા શમી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી શમીએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ફિટનેસ પર કામ કરવું પડ્યું અને તેને બે દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા જવાની પરવાનગી મળી હતી.
રિઝર્વ ખેલાડીની યાદીમાં પણ ફેરફાર
BCCIએ તેના રિઝર્વ ખેલાડીઓની યાદીમાં પણ બે ફેરફાર કર્યા છે. મોહમ્મદ શમીના (Mohammed Shami) મુખ્ય ટીમમાં સમાવેશ સિવાય દીપક ચહર ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા જઈ શક્યો ન હતો. તેથી રિઝર્વ ખેલાડીઓના બે સ્લોટ ખાલી કરવામાં આવ્યા હતા. હવે મોહમ્મદ સિરાજને (Mohammed Siraj) રિઝર્વ ખેલાડીઓની યાદીમાં મોહમ્મદ શમીની જગ્યા આપવામાં આવી છે. જ્યારે શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચહરનો (Dipak Chahar) સમાવેશ કરવામાં આવ્યો છે.
અંતિમ યાદી ICCને મોકલાઈ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) તેના 15 ખેલાડીઓની યાદીમાં અન્ય કોઈ ફેરફાર કર્યા નથી. ICCની પરવાનગીથી 15 ઓક્ટોબર સુધી વર્લ્ડ કપ માટે ટીમમાં ફેરફાર થઈ શકે છે. BCCIએ 14 ઓક્ટોબરે જ ICCને વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની અંતિમ યાદી ICCને મોકલી દીધી છે.
આ પણ વાંચો - ભારત-પાકિસ્તાન મેચને લઇને ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર
Tags :
BCCICricketGujaratFirstICCIndiaJaspritBumrahMohammedShamiSportst20worldcup
Next Article