Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માતા રાની પંત પર કરે કૃપા... અકસ્માત બાદ પાકિસ્તાનના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કર્યું ટ્વીટ

આજે સવારે ક્રિકેટર રિષભ પંતની કારનું માર્ગ અકસ્માત થયું, જેમા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. રિષભ પંત ઉત્તરાખંડના રુડકી પાસે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પંતના ચાહકો તેમના ચેમ્પિયન ખેલાડી માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ પંતની ગંભીર હાલત પર ટ્વીટ કર્યું છે. દા
માતા રાની પંત પર કરે કૃપા    અકસ્માત બાદ પાકિસ્તાનના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કર્યું ટ્વીટ
આજે સવારે ક્રિકેટર રિષભ પંતની કારનું માર્ગ અકસ્માત થયું, જેમા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. રિષભ પંત ઉત્તરાખંડના રુડકી પાસે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પંતના ચાહકો તેમના ચેમ્પિયન ખેલાડી માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ પંતની ગંભીર હાલત પર ટ્વીટ કર્યું છે. 
દાનિશ કનેરિયાએ કર્યું ટ્વીટ
રિષભ પંત કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે. રુડકીથી લગભગ 20 કિમી દૂર તેનો અકસ્માત થયો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ દુર્ઘટનામાં રિષભ પંતની કારમાં આગ લાગી ગઈ હતી, જોકે ડૉક્ટરોએ જણાવ્યું છે કે પંત હવે ખતરામાંથી બહાર છે. પંત તેના પરિવાર સાથે નવું વર્ષ ઉજવવા માંગતો હતો અને તેથી તેની માતાને સરપ્રાઈઝ આપવા ઘરે જઈ રહ્યો હતો. પંત પોતે કાર ચલાવી રહ્યો હતો. પંતની ઈજાના સમાચાર સામે આવ્યા ત્યારથી જ ક્રિકેટર્સ પંતના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. વળી, પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓએ પણ રિષભ પંત વિશે ટ્વીટ કર્યું છે. પાકિસ્તાન ટીમના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ ટ્વીટ કરીને પંતની સુરક્ષા માટે પ્રાર્થના કરી છે. તેણે લખ્યું કે, માતા રાણી રિષભ પંતને આશીર્વાદ આપે, માતા રિષભ પર આશીર્વાદ રાખે, મને આશા છે કે તેના માટે બધું સારું થાય.
Advertisement

એવું નથી કે દાનિશે પંતને લઇને જ ટ્વીટ કર્યું હોય, તેણે વડાપ્રધાન મોદીના માતાના નિધન પર પણ શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેણે ટ્વીટ કરતા લખ્યું કે, શ્રી નરેન્દ્ર મોદીજીને તેમની માતા શ્રી ના નિધન પર મારી હાર્દિક સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.રામ રામ સાથ હૈ

પાકિસ્તાનના ખેલાડીઓએ પંતની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી
દાનિશ કનેરિયા ઉપરાંત શાદાબ ખાન, હસન અલી, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ હફીઝ અને શોએબ મલિક જેવા ખેલાડીઓએ પણ પંતના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. પાકિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર શાદાબ ખાને, જે છેલ્લા કેટલાક વર્ષોમાં પંત સામે અનેક પ્રસંગોએ રમ્યો હતો, તેણે પંત માટે પ્રાર્થના અને શુભેચ્છાઓ લખી. 
મોહમ્મદ હફીઝએ ટ્વીટ કરતા લખ્યું કે, જલ્દી સ્વસ્થ થઇ જાઓ રિષભ પંત
Advertisement

શાહીન શાહ આફ્રિદીએ પંતને લઇે પ્રાર્થના કરી અને ટ્વીટ કર્યું, રિષભ પંત માટે પ્રાર્થના

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શોએબ મલિકે વિકેટકીપર-બેટ્સમેન માટે પોતાની પ્રાર્થના અને શુભેચ્છાઓ મોકલી છે. તેણે લખ્યું કે, ભારતમાં રિષભ પંતના અકસ્માત વિશે હમણાં જ ખબર પડી. તમને ઘણી બધી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ મોકલું છું. ભાઈ તમે જલ્દી સ્વસ્થ થાઓ એવી શુભેચ્છા. 
Advertisement

પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર હસન અલીએ લખ્યું કે તે ઈચ્છે છે કે પંત જલ્દી મેદાનમાં ઉતરે. તેણે લખ્યું કે હું આશા રાખું છું કે ગંભીર કંઈ નહીં થાય અને તમે જલ્દી પાછા આવશો.

ઉલ્લેખનીય છે કે, રિષભ પંત તાજેતરમાં બાંગ્લાદેશના પ્રવાસે ગયો હતો. તેણે ત્યાં ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થનારી T20 અને ODI શ્રેણી માટે પંતને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પંતની કાર અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તેમની કારની સ્પીડ ખૂબ જ ઝડપી હોવાનું પણ સામે આવ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.