Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શરાબ ગોટાળા મામલે વધી મનિષ સિસોદીયાની મુશ્કેલી, નિકટની જ વ્યક્તિ બનશે સરકારી સાક્ષી

દિલ્હીના કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં  ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયાની મુશ્કેલીઓ વધી શકે છે. મળતા સમાચાર (news) અનુસાર આ કેસમાં આરોપી દિનેશ અરોરાને સરકારી સાક્ષી બનાવવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની અપીલ પર વિશેષ CBI કોર્ટ પોતાનો આદેશ જાહેર કરે તેવી શક્યતા છે. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલ કેસની સુનાવણી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ સીબીઆઈ દ્વારા સબમિ
શરાબ ગોટાળા મામલે વધી મનિષ સિસોદીયાની મુશ્કેલી  નિકટની જ વ્યક્તિ બનશે સરકારી સાક્ષી
દિલ્હીના કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં  ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયાની મુશ્કેલીઓ વધી શકે છે. મળતા સમાચાર (news) અનુસાર આ કેસમાં આરોપી દિનેશ અરોરાને સરકારી સાક્ષી બનાવવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની અપીલ પર વિશેષ CBI કોર્ટ પોતાનો આદેશ જાહેર કરે તેવી શક્યતા છે. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલ કેસની સુનાવણી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ સીબીઆઈ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજીની તપાસ કરી રહ્યા છે. તેઓ કેમેરા સામે કોર્ટ કાર્યવાહીની માંગ ઉપર પણ આદેશ આપશે. 
દિનેશ અરોરા સ્વૈચ્છિક રીતે માહિતી શેયર કરવા તૈયાર 
સુનાવણી દરમિયાન આરોપી દિનેશ અરોરાએ સત્ય બોલવાના શપથ લીધા હતા. તેણે કહ્યું કે તે કથિત ગુનાઓમાં તેની સંડોવણી વિશે સ્વૈચ્છિક રીતે માહિતી શેયર કરવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે ભૂતકાળમાં પણ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં મેં સહકાર આપ્યો છે. આ અંગે મેં તપાસ અધિકારી સમક્ષ કેટલાક નિવેદનો પણ આપ્યા છે.
દિનેશ અરોરાને સાક્ષી બનાવવાની અરજી દાખલ 
નોંધનીય છે કે CBIએ સોમવારે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના કથિત કેસમાં બિઝનેસમેન દિનેશ અરોરાને સાક્ષી બનાવવા માટે CrPC 306 હેઠળ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. થોડા દિવસો પહેલા આ જ કોર્ટે દિનેશ અરોરાને આગોતરા જામીન આપ્યા હતા કારણ કે સીબીઆઈએ આ કેસમાં જામીન અરજીનો વિરોધ કર્યો ન હતો.
Advertisement
Tags :
Advertisement

.