Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લો મહાશિવરાત્રીએ હર હર મહાદેવના નાદથી ગુંજ્યો..

મહાશિવરાત્રી (Mahashivratri 2023) એટલે શિવજીની આરાધનાનો પર્વ અને આ પર્વએ સમગ્ર શિવ મંદિરે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે ભરૂચના (Bharuch) નર્મદા નદીના (Narmada River) ઘાટ થી માંડી શહેરમાં રહેલા અનેક અતિ પૌરાણિક શિવ મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવનાર છે જેમાં લઘુરુદ્ર યજ્ઞ મહાપ્રસાદી ભાગની પ્રસાદી સહિત ઘીના કમળો અને બરફના શિવલિંગો દર્શન અર્થે મુકવામાં આવનાર છે.ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્
ભરૂચ જિલ્લો મહાશિવરાત્રીએ હર હર મહાદેવના નાદથી ગુંજ્યો
મહાશિવરાત્રી (Mahashivratri 2023) એટલે શિવજીની આરાધનાનો પર્વ અને આ પર્વએ સમગ્ર શિવ મંદિરે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે ભરૂચના (Bharuch) નર્મદા નદીના (Narmada River) ઘાટ થી માંડી શહેરમાં રહેલા અનેક અતિ પૌરાણિક શિવ મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવનાર છે જેમાં લઘુરુદ્ર યજ્ઞ મહાપ્રસાદી ભાગની પ્રસાદી સહિત ઘીના કમળો અને બરફના શિવલિંગો દર્શન અર્થે મુકવામાં આવનાર છે.
ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં પણ બાહુબલી ટુ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાદેવની ચાર પ્રહર ની પૂજા અને ૨૫ ફૂટ ઊંચા શિવલિંગમાંથી પ્રવેશી નવનાથ મહાદેવ નું મહત્વ શું છે તે અંગે નું માર્ગદર્શન પણ રજૂ કરવામાં આવનાર છે સાથે જ ચાર પ્રવાહની પૂજા કે જે ૧૦ થી ૧૨ કલાક ચાલનારી છે જેમાં 80થી વધુ ભાવિક ભક્તોએ લાભ લેનાર છે અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવનાર છે ચાર પ્રવાહની પૂજા અને નવનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ ભક્તોએ પ્રવેશ દ્વારમાં ૨૫ ફૂટના શિવલિંગમાંથી પ્રવેશીને મહાશિવરાત્રી વિશેષ પૂજાનો લાભ લઈ શકશે અને ભક્તો પણ આરતી સહિત ધાર્મિક પૂજા અર્ચનાનો લાભ મેળવી શકનાર છે અને મહાશિવરાત્રીની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવનાર છે મહાશિવરાત્રીની ઉજવણી માટે બાહુબલી ટુ ગ્રુપના બી.કે પટેલ સહિત તેમની સંપૂર્ણ ટીમ રાત દિવસ કામે લાગી ગઈ છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વંદે માતરમ્ ગ્રુપ વેજલપુર દ્વારા પણ ફાઇબરની શિવ પરિવારની ભવ્ય પ્રતિમા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને શિવ પરિવાર સાથેની યાત્રામાં ભક્તો પણ હર હર મહાદેવના નાદથી જુમી ઉઠ્યા હતા અને શિવ પરિવારની યાત્રા વેજલપુર સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને ભવ્ય સમૂહ આરતી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી પૂર્વ સંધ્યાકાળે શિવ પરિવારની યાત્રાએ ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું અને મહાશિવરાત્રીની સવારથી સમગ્ર દિવસ દરમિયાન વિશેષ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે.
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર નર્મદા નદીના કાંઠે શિવજીનું અતિ પ્રાચીન સ્થળ આવેલું છે જ્યાં દર મહાશિવરાત્રી પર્વએ ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવે છે આ સ્થળે શિવલિંગ સ્થાપિત છે જ્યાં કુંભ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી શિવ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે અને અહીંયા મહાશિવરાત્રીના દિવસે ભાંગની પ્રસાદી સાથે મહાશિવરાત્રીએ ઉપવાસ કરી રહેલા ભક્તોને ફરાળી પ્રસાદી સહિત મહાપ્રસાદીનું આયોજન કરી દિવસ દરમિયાન મહાપુજા અને શિવજીની વિશેષ પૂજા અર્ચના કરી મહાશિવરાત્રી પર્વની ઉજવણી સાથે મહાદેવની પૂજા અર્ચના અને આરાધના કરવામાં સમગ્ર શિવ ભક્તો મગ્ન બનતા હોય છે સાથે જ શિવરાત્રીના દિવસે વિશેષ આયોજનમાં ભરૂચવાસીઓને ધાર્મિક પૂજા રચનાનો લાભ લેવા માટે પણ કુંભ ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભરૂચના પાંચ બત્તી જિલ્લા પંચાયતની બાજુમાં આવેલ રામેશ્વર મંદિરે પણ મહાશિવરાત્રીએ વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવતા હોય છે રામેશ્વર મંદિરને વિશે શણગાર કરવા સાથે મહાશિવરાત્રીની સવારથી જ ભાંગની પ્રસાદીનું વિતરણ કરવા સાથે દિવસ દરમિયાન શિવજીની વિશેષ આરતી સમૂહ આરતી મહાપ્રસાદી સહિત ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવે છે અને સમગ્ર વિસ્તાર શિવ મઈ બની જતો હોય છે સમગ્ર રાત્રી દરમિયાન ભાંગની પ્રસાદી તૈયાર કરવા માટે સમગ્ર શિવ ભક્તો જોડાઈ જતા હોય છે અને મહાશિવરાત્રીની સવારથી જ વિનામૂલ્ય ભક્તોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરી દિવસ દરમિયાન મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.
ભરૂચ શહેર જિલ્લામાં મહાશિવરાત્રીની વહેલી સવારથી મોડી રાત સુધી શિવ મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવનાર છે જેમાં મંદિરોમાં ઘીના કમળો શિવજીની પ્રતિમા બરફના શિવલિંગ સહિત ભાંગપ્રસાદી અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે અને મહાશિવરાત્રીના દિવસે સમગ્ર ભરૂચ શિવમય બની જનાર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.