Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્મીમેર હોસ્પિટલમાં હવે દર્દીઓની લાંબી કતારો ભૂતકાળ બનશે..

SMIMER HOSPITAL : મહાનગર પાલિકા દ્વારા હોસ્પિટલ ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સુવિધા ઉભી કરવા આયોજન કરાયું છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાને રાખીને પેપરલેસ સિસ્ટમ ઉભી કરવાની દિશામાં આગળ વધી છે. રૂપિયાના...
02:16 PM Jan 18, 2024 IST | Maitri makwana

SMIMER HOSPITAL : મહાનગર પાલિકા દ્વારા હોસ્પિટલ ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સુવિધા ઉભી કરવા આયોજન કરાયું છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાને રાખીને પેપરલેસ સિસ્ટમ ઉભી કરવાની દિશામાં આગળ વધી છે. રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પળોજણમાંથી હવે રાહત મળશે.

SMIMER HOSPITAL ને પણ પેપરલેસ બનાવવા માટેની કવાયત

મનપા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગોમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે. ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોનો મોટા ભાગનો સમય કેસ પેપરથી માંડીને તબીબને બતાવવામાં વેડફાઈ જતો હોય છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા હવે સ્મીમેર હોસ્પિટલને પણ પેપરલેસ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગે હોસ્પિટલ કમિટી ચેરમેન મનીષા આહીર એ જણાવ્યું હતું કે પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી, લેબોરેટરી, ફાર્મસી, રેડિયોલોજી વિભાગને આવરી લેવામાં આવી છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થઈ જશે.

પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે

બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે. પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે તે અંગે ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફ તેમજ કલાર્ક વિભાગને હાલમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ આખા ગુજરાતની પ્રથમ હોસ્પિટલ રહેશે. પેપરલેસ અને લાઈન મેનેજમેન્ટ થયા બાદ સૌથી વધારે ફાયદો દર્દીઓને થશે. હોસ્પિટલમાં નવી સુવિધાને લઈ વિરોધપક્ષે સુવિધાને વધારી પરંતુ બીનઅભિયાસી લોકો હોસ્પિટલમાં આવશે તેઓને તકલીફ ના પડે તેના માટે પણ ટોકન સિસ્ટમ સમજાવવા એક ટીમ લોકોની મદદ માટે ઉભી રાખવાની માંગ કરી છે.

હોસ્પિટલને સંપુર્ણપણે કોમ્પ્યુટરાઇઝડ કરવાની તૈયારી

હોસ્પિટલ ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપુર્ણપણે કોમ્પ્યુટરાઇઝડ કરવાની તૈયારીઓ ભહુ જ ઝડપથી ચાલી રહી છે. જે અંતર્ગત જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં હોસ્પિટલમાં આવનારા હજજારી દર્દીઓને સીધો લાભ મળશે. આ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાથી છુટકારો મળશે.

કરોડોના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ

સમિમેર હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. હવે દર્દી જયારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલા તેને ટોકન ડિસ્પેન્સર માંથી લેવાનું રહશે અને ટોકન લીધા બાદ રજીસ્ટ્રેશન માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહી પડે. આ સાથે જ દર્દીઓ માટે વેઈટિંગ લોન્જ પણ ઉભા કરવામાં આવશે.

અહેવાલ - રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો -  વટવા GIDC માં ફેઝ-૧ ના સકુંલમાં ગ્રાહક સુરક્ષા અંગે જનજાગુતિ કાર્યક્રમ

Tags :
CorporationGovermentGujaratGujarat FirstHospitalSmimer Hospitalsmimer hospital suratSurat city
Next Article