Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2023ની હરાજી માટે ખેલાડીઓની જાહેર કરાઇ યાદી, આ 2 ભારતીય ખેલાડીઓની પ્રાઈસ 1 કરોડ

IPL 2023 ઓક્શનને લઇને મોટું એલાનપ્લેયર્સની લિસ્ટ ઓક્શન માટે થઇ જાહેરઓક્શન લિસ્ટમાં 405 ક્રિકેટરોને કરાયા ફાઇનલઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)એટલે કે IPL 2023નાં સીઝન માટે ખેલાડીઓની ઓક્શન લિસ્ટ (Auction list) સામે આવી છે. 23 ડિસેમ્બર 2022નાં કોચીમાં થવાનાં ઓકશ્ન માટે કુલ 405 ક્રિકેટરોને ફાઇનલ કરવામાં આવ્યાં છે જેના પર બોલી લાગશે. શરૂઆતમાં 991 ખેલાડીઓને પ્રારંભિક લિસ્ટમાં મૂકવામાં આવેલ હતાં જેમાંથી 10 ટીમà
ipl 2023ની હરાજી માટે ખેલાડીઓની જાહેર કરાઇ  યાદી  આ 2 ભારતીય ખેલાડીઓની પ્રાઈસ 1 કરોડ
  • IPL 2023 ઓક્શનને લઇને મોટું એલાન
  • પ્લેયર્સની લિસ્ટ ઓક્શન માટે થઇ જાહેર
  • ઓક્શન લિસ્ટમાં 405 ક્રિકેટરોને કરાયા ફાઇનલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)એટલે કે IPL 2023નાં સીઝન માટે ખેલાડીઓની ઓક્શન લિસ્ટ (Auction list) સામે આવી છે. 23 ડિસેમ્બર 2022નાં કોચીમાં થવાનાં ઓકશ્ન માટે કુલ 405 ક્રિકેટરોને ફાઇનલ કરવામાં આવ્યાં છે જેના પર બોલી લાગશે. શરૂઆતમાં 991 ખેલાડીઓને પ્રારંભિક લિસ્ટમાં મૂકવામાં આવેલ હતાં જેમાંથી 10 ટીમો દ્વારા 369 ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યાં હતાં.
Advertisement

119 કેપ્ડ પ્લેયર જ્યારે 282 અનકેપ્ડ પ્લેયર 
IPLની અલગ-અલગ ટીમોએ 36થી વધુ ખેલાડીઓનાં નામો મૂક્યાં છે જેના કારણે લિસ્ટ 405ની થઇ છે. 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 132 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 4 ખેલાડી એસોસિએટ નેશન્સથી પણ ફાઇનલ લિસ્ટમાં ઉમેરવામાં આવ્યાં છે. ઓક્શન માટે પસંદ કરવામાં આવેલા 119 કેપ્ડ પ્લેયર છે જ્યારે 282 અનકેપ્ડ પ્લેયર છે.


10 ટીમોની પાસે માત્ર 87 સ્લોટ ઉપલબ્ધ

IPLની 10 ટીમોની પાસે માત્ર 87 સ્લોટ ઉપલબ્ધ છે જેમાંથી 30 ખેલાડીઓ વિદેશી પસંદ કરવામાં આવી શકે છે. 2 કરોડ રૂપિયાની ઊચ્ચતમ બેસ પ્રાઇઝમાં 19 વિદેશી ખેલાડીઓએ પોતાનું નામ આપ્યું છે. તો 11 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા છે. મનીષ પાંડે અને મયંક અગ્રવાલ પણ ભારતનાં એવા 2 ખેલાડીઓ છે જેમની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે. આ સિવાય 18 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1 કરોડ છે.
Advertisement

2 ભારતીયોની બેઝ પ્રાઇઝ 1 કરોડ

IPL 2023 માટે ઓક્શન 23 ડિસેમ્બરનાં ભારતીય સમયાનુસાર બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે. સનરાઇઝર્સ હૈદ્રાબાદની પાસે સૌથી મોટું પર્સ હોવાની સંભાવના છે. તેમના ખાતામાં 42.25 કરોડ રૂપિયા છે તો કોલકતા નાઇટ રાઇડર્સ પાસે સૌથી ઓછાં માત્ર 7 કરોડ અને 5 લાખ રૂપિયા છે. KKR માટે 11 સ્લોટ ખાલી છે. 
Tags :
Advertisement

.