Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kochi: CUSAT યુનિવર્સિટીમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગ, 4 વિદ્યાર્થીઓના મોત

કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે આ અકસ્માત નિખિતા ગાંધીના કોન્સર્ટ દરમિયાન થયો...
kochi  cusat યુનિવર્સિટીમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગ  4 વિદ્યાર્થીઓના મોત

કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે આ અકસ્માત નિખિતા ગાંધીના કોન્સર્ટ દરમિયાન થયો હતો.

Advertisement

Advertisement

કેરળના સ્વાસ્થ્યમંત્રીએ આપી માહિતી 

Advertisement

કેરળના સ્વાસ્થ્યમંત્રી વીણા જ્યોર્જના જણાવ્યાનુસાર ચાર વિદ્યાર્થીઓ અત્યાર સુધી મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે અન્ય ઘણાં ઘાયલ થયા છે. CUSAT યુનિવર્સિટીમાં આ નાસભાગ નિખિતા ગાંધીના એક સંગીત સમારોહ દરમિયાન મચી હતી. આ સમારોહનું આયોજન યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઓપન એર ઓડિટોરિયમમાં થયું હતું. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે કલામાસેરી મેડિકલ કોલેજમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાસભાગ કેવી રીતે મચી? 

નગર નિગમના કાઉન્સિલર પ્રમોદના જણાવ્યાનુસાર યુનિવર્સિટીમાં એક જ ગેટથી એન્ટ્રી અને એક્ઝિટ હોવાને લીધે નાસભાગ મચી ગઈ હતી. લોકો એક જ ગેટથી અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે ઊભા પગથિયાથી એન્ટ્રી કરનારા વિદ્યાર્થીઓ પડી જતાં ગેટ પર ભારે ભીડ થઈ ગઈ અને તેઓ કચડાઈ ગયા.

આ પણ  વાંચો -UTTARKASHI TUNNEL RESCUE : રેસક્યુ કામગીરીમાં બ્રેક, હવે શું ? CM ધામીએ કહી આ વાત

Tags :
Advertisement

.