આવતીકાલની પેઢી માટે આ મજબૂત સંદેશો તેમની માનસિકતામાં રોપીએ !
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જાગૃતિ માટે સહુ પોતપોતાની રીતે કોઈકને કોઈક પ્રયાસ કરીને આપણી ચેતનાની જગાડવાનો પ્રયત્ન કરશે.સાંપ્રત વિશ્વમાં પર્યાવરણનું આ સંતુલન એ કદાચ માનવજાત માટે અને માનવજાત માટે જ શા માટે સમગ્ર જીવ સૃષ્ટિ માટે વનસ્પતિ માટે અને સમષ્ટિ માટે સૌથી મોટો પડકાર બન્યું છે.ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્ર સંસ્કૃતિના વિકાસ સાથે માનવજાતે
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જાગૃતિ માટે સહુ પોતપોતાની રીતે કોઈકને કોઈક પ્રયાસ કરીને આપણી ચેતનાની જગાડવાનો પ્રયત્ન કરશે.
સાંપ્રત વિશ્વમાં પર્યાવરણનું આ સંતુલન એ કદાચ માનવજાત માટે અને માનવજાત માટે જ શા માટે સમગ્ર જીવ સૃષ્ટિ માટે વનસ્પતિ માટે અને સમષ્ટિ માટે સૌથી મોટો પડકાર બન્યું છે.
ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્ર સંસ્કૃતિના વિકાસ સાથે માનવજાતે વિકાસની દિશામાં જે દોટ મૂકી એ આવકાર્ય તો હતી જ પણ એ વિકાસની દોડમાં ક્યાંક આપણે એવું કશુંક ચૂકી ગયા. જેને કારણે આપણે આપણા જ ભાઈ-ભાંડુ જેવા સમષ્ટિના અન્ય જીવો વૃક્ષો વનરાજી અને વનસ્પતિનો નાશ કરવાનું શરૂ કર્યું. એના કારણોમાં અત્યારે આપણે મકાન બનાવવા માટે, કારખાનાઓ બનાવવા માટે, યંત્ર બનાવવા માટે આપણે રોડ અને રસ્તાઓ બનાવવા માટે નવા પુલ બનાવવા માટે આડેધડ વૃક્ષોનું નિકંદન કર્યું અને પરિણામે કુદરતનું પર્યાવરણનું સંતુલન ખોરવાયું જેના કડવા પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ.
ગ્લોબલ વોર્મિંગ એમાંની એક સૌથી મોટી પરિણામ સ્વરૂપે આપણને મળેલી સમસ્યા છે. આજે ગરમી વધારે પડે છે કા તો ક્યાંક ઉનાળો આવતો જ નથી, આજે ક્યાંક અતિવૃષ્ટિનું તાંડવ જોવા મળે છે તો ક્યાંક વરસાદ પડતો જ નથી. આજે કોઈ કોઈ જગ્યાએ તીવ્ર ઠંડીનો અનુભવ થાય છે તો કોઈ જગ્યાએ શિયાળો જામતો જ નથી. મતલબ કે કુદરતનું ઋતુચક્ર આપણે ખોરવી નાખ્યું છે. પર્યાવરણનું સંતુલન આપણે આ ગાડી ચૂક્યા છીએ અને એ આપણા સૌને માટે માણસને માટે અને સમગ્ર જીવસૃષ્ટિ માટે બહુ મોટો પડકાર બન્યો છે.
ચાલો આજના દિવસે આપણે સહુ કમ સે કમ પર્યાવરણના સંતુલનની દિશામાં વ્યક્તિગત રીતે આપણે શું કરી શકીએ તેના વિશે થોડાક જાગૃત થઈએ બની શકે તો જીવન દરમિયાન એકાદ વૃક્ષો વાવીએ ઉછેરીએ અને બની શકે તો આપણી આવતીકાલની પેઢી માટે આ મજબૂત સંદેશો તેમની માનસિકતામાં રોપીએ આટલું કરીશું તો પણ આજનો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનું એક અર્થમાં સાર્થક બનશે.ચાલો આપ સૌને આજે તો લીલાછમ વંદન.
Advertisement