Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીને LAC પાસે મોબાઈલ ટાવર લગાવ્યા, સ્થાનિક કાઉન્સિલરે તસવીરો શેર કરી

ચીન પૂર્વી લદ્દાખમાં બોર્ડરની નિયંત્રણ રેખા પર તેના ટેલિકોમ્યુનિકેશન નેટવર્કને ઝડપથી મજબૂત બનાવી રહ્યું છે. LACના આગળના વિસ્તારમાં ચીનનો કબજો છે. આ વિસ્તારમાં ત્રણ નવા મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા હોવાની તસવીરો સામે આવી છે. લદ્દાખના ચુશુલ વિસ્તારના હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ કોંચોક સ્ટેનઝિને આ ફોટા શેર કરી માહિતી આપી હતી. ચુશુલ વિસ્તાર LACની ખૂબજ નજીક છે, જ્યાંથી ચીનના સ્થાનિક ગ્ર
ચીને lac પાસે મોબાઈલ ટાવર લગાવ્યા  સ્થાનિક કાઉન્સિલરે તસવીરો શેર કરી
ચીન પૂર્વી લદ્દાખમાં બોર્ડરની નિયંત્રણ રેખા પર તેના ટેલિકોમ્યુનિકેશન નેટવર્કને ઝડપથી મજબૂત બનાવી રહ્યું છે. LACના આગળના વિસ્તારમાં ચીનનો કબજો છે. આ વિસ્તારમાં ત્રણ નવા મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા હોવાની તસવીરો સામે આવી છે. 
લદ્દાખના ચુશુલ વિસ્તારના હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ કોંચોક સ્ટેનઝિને આ ફોટા શેર કરી માહિતી આપી હતી. ચુશુલ વિસ્તાર LACની ખૂબજ નજીક છે, જ્યાંથી ચીનના સ્થાનિક ગ્રામજનોને પણ જોઇ શકાય છે. કોનચોક સ્ટેનજિને મોબાઈલ ટાવરની તસવીરો શેર કરી અને ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતુ કે પેંગોંગ લેક પર પુલ બનાવવાનું કામ પુરુ થયા પછી ચીને ભારતીય બોર્ડરની ખૂબ નજીક હોટ સ્પ્રિંગમાં ત્રણ મોબાઈલ ટાવર લગાવ્યા પણ લગાવી દીધા છે. શું આ ચિંતાનો વિષય નથી?
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આ વસ્તીવાળા વિસ્તારોમાં 4G સેવા ઉપલબ્ધ નથી. ચુશુલના 11 ગામોમાં 4G સુવિધા હજુ સુધી પહોંચાડવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે, મેરક સહિત બીજા કેટલાક ગામો સંપૂર્ણપણે LACને અડીને આવેલા છે. જ્યારે અહીંથી જ પેગોંગ  તળાવની આજુબાજુના પર્વત શિખરો પર ચીનની ગતિવિધિઓ દેખાય છે. ચીન સાથેના તણાવ દરમિયાન, પેંગોંગના ફિંગર વિસ્તારમાં બંને બાજુની સેનાઓ વચ્ચે સૌથી લાંબા સમય સુધી તણાવ રહ્યો હતો. જો કે, બંને દેશો વચ્ચે વિવિધ વાટાઘાટોને કારણે બંને દેશો વચ્ચે તણાવ પહેલાં કરતાં ઓછો થઇ રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.