Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LAC પર સમજૂતી પર વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘સમજૂતી થઈ એનો અર્થ એ નથી કે ભારત અને ચીન વચ્ચે...’

Foreign Minister S. Jaishankar: ભારત અને ચીનના સંબંધોમાં સુધાર લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો અને ચીન સાથે અક સમજૂતી કરવામાં આવી છે.
lac પર સમજૂતી પર વિદેશ મંત્રીએ કહ્યું કે  ‘સમજૂતી થઈ એનો અર્થ એ નથી કે ભારત અને ચીન વચ્ચે   ’
  1. હવે અમને આગળના પગલા પર વિચાર કરવાની તક મળશે
  2. સંબંધોને પુનઃસ્થાપિત કરવામાં વધુ સમય લાગશેઃ વિદેશ મંત્રી
  3. ભારત-ચીન વચ્ચેના સંબંધોને પુનઃસ્થાપિત કરવામાં વધુ સમય લાગશે

Foreign Minister S. Jaishankar: ભારત અને ચીનના સંબંધોમાં સુધાર લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો અને ચીન સાથે અક સમજૂતી કરવામાં આવી છે. પરંતુ તેને લઈને વિદેશ મંત્રી (Foreign Minister S. Jaishankar)એ મહત્વની વાત કરી છે. વિદેશ મંત્રીએ એસ જયશંકરે શનિવારે જણાવ્યું કે,(LAC) પર ચીન સાથે ગશ્તી અંગે થયેલ સમજૂતીનો અર્થ એ નથી કે ભારત-ચીન વચ્ચેના તમામ મુદ્દા ઉકેલાઈ ગયા છે. તેમ છતાં, સૈનિકોને પાછા લેવા અંગે વિચાર કરવાની તક આપી રહ્યું છે. તેમણે આ સમજૂતીનો શ્રેય ભારતીય સેને આપ્યો, જેમણે "અકલ્પનીય" પરિસ્થિતિઓમાં ઉત્તમ કામગીરી કરી.

Advertisement

પુણેના કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ કરી મહત્વની વાત

વિદેશ મંત્રી એસ. જયશંકર (Foreign Minister S. Jaishankar)એ પુણેમાં યોજાયેલી એક કાર્યક્રમમાં જણાવ્યું કે, “તાજેતરનું પગલું (પીછેહઠનું) 21 ઑક્ટોબરના રોજ હતું જ્યારે તે સંમત થયું હતું કે ડેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. આ હવે અમને આગળના પગલા પર વિચાર કરવાની તક આપશે. એવું નથી કે બધું ઉકેલાઈ ગયું છે, પરંતુ સૈનિકો પાછા ખેંચવાનો પ્રથમ તબક્કો છે અને અમે તે તબક્કે પહોંચવામાં સફળ રહ્યા છીએ.”

Advertisement

આ પણ વાંચો: US ચૂંટણી પહેલા એસ.જયશંકરે કહ્યું- પહેલા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ભારત અને પાકિસ્તાન સાથે..!

Advertisement

સંબંધોને પુનઃસ્થાપિત કરવામાં વધુ સમય લાગશેઃ વિદેશ મંત્રી

આ દરમિયાન એસ જયશંકરે વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓ સાથેની ચર્ચામાં, જયશંકરે કહ્યું કે ભારત-ચીન વચ્ચેના સંબંધોને પુનઃસ્થાપિત કરવામાં વધુ સમય લાગશે.ભરોસાને પુનઃસ્થાપિત કરવા માટે સ્વાભાવિક છે કે, સમય લાગી શકે છે. વધુમાં એમ તેમણે ઉલ્લેખ કર્યો કે, પીએમ નરેન્દ્ર મોદીએ બ્રિક્સ શિખર પર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠકમાં નિર્ણય લીધો હતો કે બંને દેશોના વિદેશ મંત્રીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો ભેગા થઈને આગળના પગલાં અંગે ચર્ચા કરશે.

આ પણ વાંચો: વિમાનમાં બોમ્બની અફવા ફેલાવનારાઓ સામે IT મંત્રાલયની ચેતવણી

સેના એ દેશ માટે મહત્વનું કામ કર્યુ

આ સાથે સાથે જયશંકરે ભારતીય સેનાને લઈને પણ મહત્વની વાત કરી હતી. એસ. જયશંકરે કહ્યું, ‘જો આપણે આજે અહીં પહોંચ્યા છીએ, તો તેનું એક કારણ એ છે કે અમે પોતાની વાત પર અડગ રહ્યા અને અમારા મંતવ્યો રજૂ કરવા માટે ખૂબ જ નિર્ધારિત પ્રયાસ કર્યો છે. દેશની રક્ષા માટે આર્મી ત્યાં (એલએસી પર) હાજર હતી અને સેનાએ પોતાનું કામ કર્યું અને ડિપ્લોમસીએ પણ છેલ્લા એક દાયકામાં તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતે છેલ્લા એક દાયકામાં તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યો છે. તેમણે કહ્યું કે એક સમસ્યા એ હતી કે અગાઉના વર્ષોમાં બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાસ્તવમાં ઉપેક્ષા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Israel Iran War: ઈઝરાયેલે ઈરાન પર કર્યો એટેક,હુમલામાં 10 જવાનો શહીદ

Tags :
Advertisement

.