Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વધુ એક શાળાની દાદાગીરી, ફીના વાંકે વિદ્યાર્થીનું LC-Result અટકાવતા વાલીએ ફટકારી લીગલ નોટીસ

રાજકોટની એક શાળાની દાદગીરી સામે આવી છે. શહેરની પોદાર સ્કૂલે ફીના વાંકે વિદ્યાર્થીનું LC-Result અટકાવી દીધું છે, જે બાદ વાલી એક્શન મોડમાં આવી ગયા છે. શાળા દ્વારા ફીના વાંકે LC-Result અટકાવી દેવાતા વાલીએ લીગલ નોટીસ ફટકારી છે. નોટીસમાં ત્રણ દિવસમાં એલસી અને રિઝલ્ટ આપવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જાણવા મળતી વિગત અનુસાર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વàª
વધુ એક શાળાની દાદાગીરી  ફીના વાંકે વિદ્યાર્થીનું lc result અટકાવતા વાલીએ ફટકારી લીગલ નોટીસ
રાજકોટની એક શાળાની દાદગીરી સામે આવી છે. શહેરની પોદાર સ્કૂલે ફીના વાંકે વિદ્યાર્થીનું LC-Result અટકાવી દીધું છે, જે બાદ વાલી એક્શન મોડમાં આવી ગયા છે. શાળા દ્વારા ફીના વાંકે LC-Result અટકાવી દેવાતા વાલીએ લીગલ નોટીસ ફટકારી છે. 
નોટીસમાં ત્રણ દિવસમાં એલસી અને રિઝલ્ટ આપવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જાણવા મળતી વિગત અનુસાર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ નીતિનભાઈ સપોવડીયાનાં ધોરણ-9માં ભણતા બાળકનું એલસી અને રિઝલ્ટ રોકી દેવામાં આવ્યું હતું. આ માટે સ્કૂલને તથા ડીઈઓને પહેલા પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, ડીઈઓ દ્વારા પણ આ બાબતે કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા. જેને લઈને આજ-રોજ નીતિનભાઈ દ્વારા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને લીગલ નોટીસ આપવામાં આવી છે. જેમાં ખાનગી શાળાઓ દ્વારા ખરેખર શિક્ષણને ધંધો બનાવી દીધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 
નીતિનભાઈ સપોવડીયાએ ફટકારેલી આ નોટીસમાં જણાવ્યા મુજબ, તેમનો પુત્ર શુભમ સપોવાડિયા આ સ્કૂલમાં ધો.-9 માં અભ્યાસ કરે છે. બે મહિના અગાઉ તેનું એલસી લેવા પ્રિન્સિપાલને રજૂઆત કરવમાં આવી હતી. જેમાં કોલ કરીએ ત્યારે આવવા જણાવાયું હતું. જોકે, આજદિન સુધી શાળામાંથી કોઈ કોલ જ આવ્યો નથી. ત્યારબાદ પુત્રનું બીજે એડમિશન લઈ લીધું હોય ગત તા.20 એપ્રિલે શાળાના પ્રિન્સિપાલ સહિત વાલી મંડળ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતને લેખિત જાણ કરવામાં આવી હતી. આમ છતાં એલસી આપવામાં નહીં આવતા આ નોટીસ આપવામાં આવી રહી છે. 
વધુમાં નોટીસમાં જણાવાયું છે કે, વારંવાર ઈ-મેઈલ દ્વારા પણ એલ.સી. ની માંગણી કરી હોવા છતાં તમો દ્વારા કોઇ પ્રત્યુત્તર અપાયો નથી. માતાએ પુત્રનું અન્ય સ્કૂલમાં એડમીશન લઇ લીધું હોય જ્યાંથી લીવીંગ સર્ટી મંગવાયું છે. જો આપ દ્વારા એલ. સી. આપવામાં નહીં આવે તો બાળકનું એડમીશન રદ થશે. તેનાથી તેનું આખું વર્ષ બગડે તેવી સંભાવના હોય તાત્કાલિક ધોરણે એલસી આપી દેવા વિનંતી છે. આ સાથે જ ધોરણ 8 અને ધોરણ 9ના ઓરીજનલ રીપોર્ટ કાર્ડ (રીઝલ્ટ)ની પણ ઘણા સમયથી માંગ કરી છે. ત્યારે જો તાત્કાલિક લીવીંગ સર્ટિફિકેટ અને રીઝલ્ટ આપવામાં નહીં આવે તો આપની વિરુદ્ધ વિદ્યાર્થીનો મૂળભૂત શિક્ષણનો અધિકાર ભંગ કરવા માનવ અધિકાર પંચમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચીમકી પણ નોટીસ દ્વારા આપવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.