Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોરબંદરની વિવિધ રેસ્ટોરન્ટ-ડાઇનિંગ હોલમાંથી મોટી સંખ્યામાં ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર ઝપ્ત કરાયા

પોરબંદર શહેર ખાતે મામલતદાર, પોરબંદર શહેર અને પુરવઠા શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ ખાણીપીણી, રેસ્ટોરન્ટ ખાતેથી ઘર વપરાશ માટે વપરાતા ગેસના સિલિન્ડર રેસ્ટોરન્ટમાંથી ઝપ્ત કરી રેસ્ટોરન્ટ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેર મામલતદાર અર્જુન ચાવડા તથા પુરવઠા ટીમે શહેરના વિવિધ ડાઇનિંગ હોલ, રેસ્ટોરન્ટ ખાતે વપરાતા ઘરગથ્થુ વપરાશના સસ્તી કિમતના ગેસ સિલિન્ડર અંગે વિવિધ સ્
પોરબંદરની વિવિધ રેસ્ટોરન્ટ ડાઇનિંગ હોલમાંથી મોટી સંખ્યામાં ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર ઝપ્ત કરાયા
પોરબંદર શહેર ખાતે મામલતદાર, પોરબંદર શહેર અને પુરવઠા શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ ખાણીપીણી, રેસ્ટોરન્ટ ખાતેથી ઘર વપરાશ માટે વપરાતા ગેસના સિલિન્ડર રેસ્ટોરન્ટમાંથી ઝપ્ત કરી રેસ્ટોરન્ટ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર મામલતદાર અર્જુન ચાવડા તથા પુરવઠા ટીમે શહેરના વિવિધ ડાઇનિંગ હોલ, રેસ્ટોરન્ટ ખાતે વપરાતા ઘરગથ્થુ વપરાશના સસ્તી કિમતના ગેસ સિલિન્ડર અંગે વિવિધ સ્થળોએ તપાસ કરી હતી. જેમા ઢોસા હાઉસ, હિંગળાજ ડાઇનિંગ હોલ, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ, ગોકુલ ડાઇનિંગ હોલ, કસુંબો રેસ્ટોરન્ટ, કંસાર રેસ્ટોરન્ટ, આશાપુરા  રેસ્ટોરન્ટ, પીઝા પ્લાનેટ, શ્રી પાર્સલ પોઈન્ટ, હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટ વગેરે સ્થળ પર ઉપયોગમાં લેવાતા ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર અંગે દરોડા પાડવામાં આવ્યા. જે પૈકી હિંગળાજ ડાઇનિંગ હોલ, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ, કસુંબો રેસ્ટોરન્ટ,પીઝા પ્લાનેટ, શ્રી પાર્સલ પોઈન્ટ અને હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટ ખાતેથી કુલ એક ડઝનથી પણ વધુ ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 
અત્રે નોંધનીય છે કે, ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડરનો ભાવ અને ડાઇનિંગ હોલમા વપરાતા ગેસ સિલિન્ડરના ભાવ અલગ અલગ હોય છે. ઘરગથ્થુ વપરાશમાં વપરાતા ગેસ સીલિન્ડર સસ્તા હોવાથી ડાઇનિંગ હોલ, રેસ્ટોરન્ટ ધારકો આ સિલિન્ડર વાપરતા હોવાથી મામલતદારે સિલિન્ડર સીઝ કરીને ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
Advertisement
Tags :
Advertisement

.