Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાલુ પ્રસાદ યાદવને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, જમણા ખભામાં થયું ફ્રેક્ચર

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ રવિવારે ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ લાલુ પ્રસાદ યાદવનો જમણો ખભો તૂટી ગયો છે. પડી જવાને કારણે તેમના ખભામાં ફ્રેક્ચર થયું હતું. લાલુ પ્રસાદ યાદવ અત્યારે પટનામાં 10 સર્ક્યુલર આવાસ પર છે અને અહીં સીડીઓ પરથી ઉતરતી વખતે તેમનો પગ લપસી ગયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, સંતુલન ગુમાવવાને કારણે લાલુ પ્રસાદ યાદવ પડી ગયા હતા. મà
લાલુ પ્રસાદ યાદવને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર  જમણા ખભામાં થયું ફ્રેક્ચર
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ રવિવારે ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ લાલુ પ્રસાદ યાદવનો જમણો ખભો તૂટી ગયો છે. પડી જવાને કારણે તેમના ખભામાં ફ્રેક્ચર થયું હતું. લાલુ પ્રસાદ યાદવ અત્યારે પટનામાં 10 સર્ક્યુલર આવાસ પર છે અને અહીં સીડીઓ પરથી ઉતરતી વખતે તેમનો પગ લપસી ગયો હતો. 
મળી રહેલી માહિતી અનુસાર, સંતુલન ગુમાવવાને કારણે લાલુ પ્રસાદ યાદવ પડી ગયા હતા. મળતી માહિતી મુજબ તેમને પીઠ અને ખભામાં ઈજા થઈ છે. બાદમાં તેમનું MRI પણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના જમણા ખભામાં ફ્રેક્ચર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે પડી જવાથી લાલુ પ્રસાદ યાદવના જમણા ખભાનું હાડકું તૂટી ગયું છે. આ સાથે તેમની કમરમાં પણ ઈજા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. લાલુ પ્રસાદ યાદવને કાંકરબાગની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્લાસ્ટર કરાવ્યા બાદ લાલુ પ્રસાદ યાદવને ઘરે પરત લાવવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું કે, લાલુ પ્રસાદના જમણા ખભામાં મામૂલી ફ્રેક્ચર છે. એટલા માટે તેમને ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ લાલુ પ્રસાદ યાદને ઈજા થઇ હોવાના સમાચાર સાંભળીને નેતાઓ અને કાર્યકરો ચિંતાતુર બની ગયા છે અને ઘણા લોકો રાબડી દેવીના ઘરે પણ પહોંચી રહ્યા છે.
Advertisement

તેઓ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાને છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં તેમનો MRI કરવામાં આવ્યો હતો. જેમાં આંશિક ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, RJD સુપ્રીમોની તબિયત સતત ખરાબ છે. એક રિપોર્ટ અનુસાર, લાલુ પ્રસાદ યાદવને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હ્રદય રોગ, કિડનીની બીમારી, કિડની સ્ટોન, સ્ટ્રેસ, થેલેસેમિયા, પ્રોસ્ટેટ વૃદ્ધિ, યુરિક એસિડ વધવા, મગજ સંબંધિત રોગ, નબળી રોગપ્રતિકારક શક્તિ, જમણા ખભાના હાડકામાં સમસ્યા છે. પગના હાડકાની સમસ્યા, આંખની સમસ્યા, POST AVR 2014 (હૃદયને લગતી) જેવી સમસ્યાઓ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ બીમારીઓમાંથી લાલુ કિડનીની બીમારીથી સૌથી વધુ પરેશાન છે.
Tags :
Advertisement

.