Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના CM અશોક ગેહલોતે PM મોદીની પ્રશંસામાં શું કહ્યું

માનગઢ ધામની ગૌરવ ગાથાનો હતો કાર્યક્રમ રાજસ્થાનના માનગઢમાં માનગઢ ધામની ગૌરવ ગાથા કાર્યક્રમમાં પીએમ મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત એક મંચ પર હતા..ખાસ વાત એ રહી કે આ મંચ પર પીએમ મોદીએ અશોક ગેહલોતના વખાણ કર્યા તો અશોક ગેહલોતે પીએમ મોદીના . પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે મંચ પર સૌથી સિનિયર વ્યક્તિ મુખ્યમંત્રી અશોક ગેહલોત છે. બાદમાં અશોક ગેહલોત જ્યારે બોલવા માટà«
જાણો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના cm અશોક ગેહલોતે pm મોદીની પ્રશંસામાં શું કહ્યું
માનગઢ ધામની ગૌરવ ગાથાનો હતો કાર્યક્રમ 
રાજસ્થાનના માનગઢમાં માનગઢ ધામની ગૌરવ ગાથા કાર્યક્રમમાં પીએમ મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત એક મંચ પર હતા..ખાસ વાત એ રહી કે આ મંચ પર પીએમ મોદીએ અશોક ગેહલોતના વખાણ કર્યા તો અશોક ગેહલોતે પીએમ મોદીના . પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે મંચ પર સૌથી સિનિયર વ્યક્તિ મુખ્યમંત્રી અશોક ગેહલોત છે. બાદમાં અશોક ગેહલોત જ્યારે બોલવા માટે ઉભા ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીનો આખી દુનિયામાં આદર થાય છે કારણ કે તેઓ એવા દેશના વડાપ્રધાન છે જ્યાં લોકશાહીના પાયા ખુબજ મજબૂત છે અને જે દેશ મહાત્મા ગાંધીનો દેશ છે. બાંસવાડા નજીક માનગઢ ધામ ખાતે 'માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમને સંબોધતા ગેહલોતે આ વાત કહી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ મંચ પર હાજર હતા.
ગેહલોતે કહ્યું, 'વડાપ્રધાન મોદી દુનિયાના દેશોમાં જાય છે,તો તેમને કેટલું સન્માન મળે છે. આવું કેમ થાય છે... કારણ કે નરેન્દ્ર મોદીજી એ દેશના વડાપ્રધાન છે જે ગાંધીનો દેશ છે, જ્યાં લોકશાહીના મૂળ મજબૂત,ઊંડા છે. 70 વર્ષ પછી પણ અહીં લોકશાહી જીવંત છે.
માનગઢની ટેકરી પર ભીલ સમાજની બહાદુરી
માનગઢની ટેકરીઓ ભીલ સમુદાય અને રાજસ્થાન,ગુજરાત અને મધ્યપ્રદેશની અન્ય જન જાતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. ભીલો અને અન્ય આદિવાસીઓએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અહીં લાંબા સમય સુધી અંગ્રેજો સામે લડત આપી હતી. 17 નવેમ્બર 1913ના રોજ, સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢ ટેકરી પર 1.5 લાખથી વધુ ભીલોની સભા થઈ હતી.અંગ્રેજોએ આ સભા પર ગોળીબાર કર્યો હતો,જેમાં લગભગ 1,500 આદિવાસીઓએ જીવ ગુમાવ્યો હતો. 
'આદિવાસી સમાજના બલિદાનને ઇતિહાસમાં યોગ્ય સ્થાન મળ્યું નથી'
પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે દુર્ભાગ્યે આદિવાસી સમાજના આ બલિદાનને ઈતિહાસમાં જે સ્થાન મળવું જોઈએ તે મળ્યું નથી.આજે દેશ એ ખાલીપો ભરી રહ્યો છે.ભારતનો ભૂતકાળ, ઇતિહાસ,વર્તમાન અને ભવિષ્ય આદિવાસી સમાજ વિના પૂર્ણ નથી.માનગઢમાં 17 નવેમ્બર,1913ના રોજ થયેલો નરસંહાર અંગ્રેજ શાસનની બર્બરતાની પરાકાષ્ઠા હતી.દુનિયાને ગુલામ બનાવવાનો વિચાર કરતી અંગ્રેજ સરકારે માનગઢની આ ટેકરી પર 1500 થી વધુ લોકોને ઘેરી લીધા હતા અને તેમની હત્યા કરી નાખી હતી.
Advertisement
Tags :
Advertisement

.