'ધ કાશ્મીર ફાઈલ્સ'ના યોગી આદિત્યનાથે કર્યા વખાણ, ટીમ સાથે કરી મુલાકાત, હવે અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે ફિલ્મ
આજે દેશમાં ચારે બાજુ જો કોઈ વાત થઈ રહી હોય
તો તે છે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની. ઠેર ઠેર ફિલ્મનું સમર્થન થઈ રહ્યું છે અને ભરપૂર
વખાણ થઈ રહ્યા છે. તો કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે આજે ધ કાશ્મીર
ફાઈલ્સની ટીમ સાથે યોગી આદિત્યનાથે મુલાકાત કરી હતી. યોગી સિવાય પીએમ મોદી સહિત
દિગ્ગજ નેતાઓ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. યોગીએ ટ્વિટ કરતા કહ્યું કે ફિલ્મ #TheKashmirFiles ધાર્મિક કટ્ટરતા
અને આતંકવાદની અમાનવીય ભયાનકતાને હિંમતભેર ઉજાગર કરે છે. બેશક આ ફિલ્મ સમાજ અને
દેશને જાગૃત કરવાનું કામ કરશે. આવી વિચારપ્રેરક ફિલ્મ બનાવવા બદલ સમગ્ર ટીમને
અભિનંદન.
फिल्म #TheKashmirFiles मजहबी कट्टरता व आतंकवाद की अमानवीय विभीषिका को निर्भीकता से प्रकट करती है।
निःसंदेह यह चलचित्र समाज व देश को जागरूक करने का काम करेगा।
ऐसी विचारोत्तेजक फिल्म निर्माण के लिए पूरी टीम को बधाई देता हूं।@AnupamPKher @vivekagnihotri pic.twitter.com/Bd72cdPFfM
— Yogi Adityanath (@myogiadityanath) March 20, 2022
फिल्म #TheKashmirFiles मजहबी कट्टरता व आतंकवाद की अमानवीय विभीषिका को निर्भीकता से प्रकट करती है।
निःसंदेह यह चलचित्र समाज व देश को जागरूक करने का काम करेगा।
ऐसी विचारोत्तेजक फिल्म निर्माण के लिए पूरी टीम को बधाई देता हूं।@AnupamPKher @vivekagnihotri pic.twitter.com/Bd72cdPFfM
— Yogi Adityanath (@myogiadityanath) March 20, 2022
" title="" target="">javascript:nicTemp();
ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ 100 કરોડની ક્લબમાં સામેલ
બોક્સ ઓફિસ પર 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું તોફાન જોવા મળી રહ્યું છે. વિવેક રંજન અગ્નિહોત્રીના નિર્દેશનમાં
બનેલી આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી.
ફિલ્મને દર્શકોનો જોરદાર સપોર્ટ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા ફોટા અને
વીડિયો સામે આવ્યા છે, જ્યાં ફિલ્મ જોયા પછી દર્શકોના આંસુ રોકાતા નથી. જણાવી દઈએ કે અનુપમ
ખેર સ્ટારર ધ કાશ્મીર ફાઈલ્સ માત્ર હિન્દીમાં જ રિલીઝ થઈ હતી પરંતુ હવે દર્શકો
માટે સારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ડબ કરવામાં આવશે.
આ ફિલ્મ ચાર પ્રાદેશિક ભાષાઓમાં રિલીઝ થશે
ધ બૉલીવુડ હંગામાના અહેવાલ મુજબ ફિલ્મની સફળતાને
જોયા પછી ફિલ્મના નિર્માતાઓએ તેને અન્ય ચાર પ્રાદેશિક ભાષાઓમાં ડબ કરવાનો
નિર્ણય લીધો છે. આ ફિલ્મને તેલુગુ,
તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં ડબ કરવામાં
આવશે. તે બધા દર્શકો માટે આ એક ખૂબ જ સારા સમાચાર છે જેઓ હિન્દીમાં હોવાને કારણે
ફિલ્મ જોઈ શક્યા નથી પરંતુ હવે દક્ષિણ ભારતીય દર્શકો પણ ફિલ્મ જોઈ શકશે.
કાશ્મીર ફાઇલ્સ કલેક્શન
ધ કાશ્મીર ફાઇલ્સનું નામ બોલિવૂડના ઇતિહાસમાં નોંધાયેલું છે. ફિલ્મે અત્યાર
સુધીની સૌથી વધુ કમાણી કરી છે. ફિલ્મે શુક્રવારે 19.25 કરોડ રૂપિયા અને શનિવારે 24.80 કરોડ રૂપિયાની
કમાણી કરી હતી. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનું કુલ કલેક્શન 141.25 કરોડ રૂપિયા થઈ ગયું છે.
વિવેક અગ્નિહોત્રીને 'વાય' શ્રેણીની સુરક્ષા અપાઈ
ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 1990માં કાશ્મીરી હિંદુઓ પર ઘાટીમાં થયેલા
અત્યાચારને દર્શાવે છે. ફિલ્મ બનાવવામાં ઘણા પડકારો હતા. વિવેક અગ્નિહોત્રીની
પત્ની પલ્લવી જોશી પણ આ ફિલ્મનો એક નાનો હિસ્સો હતી. પલ્લવી કહે છે કે શૂટિંગમાં
એક જ સમસ્યા હતી કે જ્યારે અમે કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અમારા નામે
ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. સારી વાત એ છે કે અમારો છેલ્લો સીન ત્યારે શૂટ
થવાનો હતો. જ્યાં ફિલ્મને ખૂબ સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ કેટલાક લોકો તેનો જોરદાર
વિરોધ કરી રહ્યા છે, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર
વિવેક અગ્નિહોત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપી છે.