ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લાલ એલોવેરામા હોય છે વધારે પોષક તત્વો, થાય છે ઘણા ફાયદાઓ, જાણો

લાલ રંગનું એલોવેરા લીલા રંગના એલોવેરા કરતાં વધુ ફાયદાકારક છે. લીલા એલોવેરા કરતાં લાલ એલોવેરામાં વધુ પોષક તત્વો હોય છે. એટલું જ નહીં, તેમાં ઘણા એમિનો એસિડ અને પોલિસેકેરાઇડ્સ હોય છે. જે વાળ, ત્વચા અને આંખો માટે ઘણું જ ફાયદાકારક છે. ચાલો જાણીએ લાલ એલોવેરાના ઉપયોગથી શું ફાયદા થાય છે.લાલ  એલોવેરાના ફાયદાઓબ્લડ પ્રેશર કંટ્રોલ કરેલાલ એલોવેરા તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી થાય છે.
05:33 PM Oct 06, 2022 IST | Vipul Pandya
લાલ રંગનું એલોવેરા લીલા રંગના એલોવેરા કરતાં વધુ ફાયદાકારક છે. લીલા એલોવેરા કરતાં લાલ એલોવેરામાં વધુ પોષક તત્વો હોય છે. એટલું જ નહીં, તેમાં ઘણા એમિનો એસિડ અને પોલિસેકેરાઇડ્સ હોય છે. જે વાળ, ત્વચા અને આંખો માટે ઘણું જ ફાયદાકારક છે. ચાલો જાણીએ લાલ એલોવેરાના ઉપયોગથી શું ફાયદા થાય છે.
લાલ  એલોવેરાના ફાયદાઓ
બ્લડ પ્રેશર કંટ્રોલ કરે
લાલ એલોવેરા તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી થાય છે. જો તમે લાલ એલોવેરા જ્યુસનું સેવન કરી શકો છો. લાલ એલોવેરા જ્યુસ પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. જે આરોગ્ય માટે ઘણુ સારું છે.
રોગપ્રતિકારક શક્તિ વધે
લાલ એલોવેરાનો રસ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. લાલ એલોવેરાના રસનું સેવન કરવાથી બેક્ટેરિયા અને ઈન્ફેક્શનથી બચી શકાય છે. જેના કારણે વ્યક્તિ શરદી અને ઉધરસથી પણ સુરક્ષિત રહે છે.
પીરિયડ્સ રેગ્યુલર
જે મહિલાઓને અનિયમિત પીરિયડ્સની સમસ્યા હોય તેમણે પોતાના ડાયટમાં લાલ એલોવેરા જ્યૂસનો સમાવેશ કરવો જોઈએ. આમ કરવાથી પીરિયડ્સ નિયમિત થશે અને દુખાવો પણ ઓછો થશે.
વાળ ખરતા અટકાવે
લાલ એલોવેરા વાળ પર લગાવવાથી વાળ સિલ્કી અને ચમકદાર બને છે. તેના નિયમિત ઉપયોગથી વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે. શુષ્ક વાળ પર લાલ એલોવેરા જેલ લગાવવાથી વાળ ચમકદાર બને છે.
આ પણ વાંચો - એલોવેરા તમારા વાળને સિલ્કી અને જાડા બનાવશે, જાણો કેવી રીતે ઉપયોગ કરવો
Tags :
AloeVeraBenefitsGujaratFirsthealthHealthNews
Next Article