પાલનપુરમાં વિદ્યાર્થીના અપહરણ બાદ હત્યા, જાણો ચોંકાવનારો બનાવ
પાલનપુરમાં વિદ્યાર્થીનું અપહરણ બાદ હત્યામાર મારીને વિદ્યાર્થીને પીવડાવી ઝેરી દવાઆરોપીઓને પકડવા પોલીસે બનાવી 4 ટીમઆર્યન મોદી નામના વિદ્યાર્થીની કરી હત્યા15થી વધુ લોકોએ હત્યા કર્યાનો પરિવારનો આરોપઆરોપીઓને પકડીને ન્યાય આપવાની માગબનાસકાંઠા (Banaskantha)ના પાલનપુર (Palanpur)માં કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીનું અપહરણ કરી તેને ઢોર માર મારતાં વિધાર્થીનું મોત નિપજ્યું છે. બનાવના પગલે સમગ્ર àª
- પાલનપુરમાં વિદ્યાર્થીનું અપહરણ બાદ હત્યા
- માર મારીને વિદ્યાર્થીને પીવડાવી ઝેરી દવા
- આરોપીઓને પકડવા પોલીસે બનાવી 4 ટીમ
- આર્યન મોદી નામના વિદ્યાર્થીની કરી હત્યા
- 15થી વધુ લોકોએ હત્યા કર્યાનો પરિવારનો આરોપ
- આરોપીઓને પકડીને ન્યાય આપવાની માગ
બનાસકાંઠા (Banaskantha)ના પાલનપુર (Palanpur)માં કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીનું અપહરણ કરી તેને ઢોર માર મારતાં વિધાર્થીનું મોત નિપજ્યું છે. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વિધાર્થીના પરિવાર અને સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
યુવકનું અપહરણ કરીને ઢોર માર મારી છોડી દીધો
પાલનપુરની આદર્શ કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિધાર્થી આર્યન મોદીને ગઈકાલે ફોન કરીને બોલાવ્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા ડેરી રોડ ઉપરથી કારમાં અપહરણ કરીને તેને ઢોર માર મારી તેને કોલેજ આગળ છોડી મુકતા ગંભીર હાલતમાં વિધાર્થીને તેના પરિવાર દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં મોદી સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ આગળ ભેગા થયા હતા.
ઝેરી પીણું પીવડાવ્યું હોવાનો આરોપ
જોકે ઘટનાની જાણ પોલીસને કરતા પાલનપુર પોલીસ સહિત એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. સારવાર દરમિયાન વિધાર્થીનું મોત નિપજતાં મોદી સમાજના લોકોમાં રોધ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસ દ્વારા મૃતક વિધાર્થીની લાશને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં મૃતકના પરિવારજનો સહિત મોદી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જ્યાં મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે આર્યનને કોઈએ ફોન કરીને બોલાવ્યો હતો તે બાદ તેનું અપહરણ કરાયું હતું અને 15 થી 20 જેટલા લોકોએ તેને માર મારી તેને નિર્વસ્ત્ર કરીને વિડિઓ ઉતારીને તેને કોઈ ઝેરી પીણું પીવડાવી છોડી મુક્યો હતો.
આરોપીઓને તત્કાળ પકડવા માગ
લોકોએ કહ્યું કે અમારી માંગ છે કે આરોપીઓને જલ્દી ઝડપી પાડવામાં આવે. જોકે પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને આરોપીએને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની પોલીસને શંકા
સમગ્ર મામલાને લઈને બનાસકાંઠા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી,એસઓજી,પેરોલ સ્કોડ અને સ્થાનિક પોલીસની 4 ટિમો બનાવવામાં આવી છે જેમને સીસટીવી ફૂટેજ મેળવવા સહિતની અલગ-અલગ કામગીરી સોંપાઈ છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં વિધાર્થીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ વિધાર્થીનું અપહરણ કરી તેને માર મારી ઝેરી દવા પીવડાવી હોવાનું સામે આવ્યું છે ,જેને લઈને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો--બારડોલી પાસે સુજલામ સુફલામ્ જળ અભિયાનનો પ્રારંભ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement