Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

200 જેટલા વિડીયોની સ્કેનિંગ બાદ 24 લોકોની ધરપકડ, હવે બરેલીમાં પણ કલમ 144 લાગુ

બે દિવસ પહલા થેયાલી કાનપુર હિંસા મામલે પોલીસ એક્શનમાં છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 200 જેટલા વિડીયો સ્કેન કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ માસ્ટરમાઇન્ડ સહિત 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો કાનપુર હિંસાનું રિએક્શન હવે બરેલીમાં પણ જોવા મળ્યું છે. એક મૌલાનાની વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ બરેલીમાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિતà«
200 જેટલા વિડીયોની સ્કેનિંગ બાદ 24 લોકોની ધરપકડ  હવે બરેલીમાં પણ કલમ 144 લાગુ
બે દિવસ પહલા થેયાલી કાનપુર હિંસા મામલે પોલીસ એક્શનમાં છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 200 જેટલા વિડીયો સ્કેન કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ માસ્ટરમાઇન્ડ સહિત 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો કાનપુર હિંસાનું રિએક્શન હવે બરેલીમાં પણ જોવા મળ્યું છે. એક મૌલાનાની વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ બરેલીમાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલા જ આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની વાત કહી છે. 
રમખાણો અને હિંસાના અંગે 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોનનો ડેટા રિકવર કરવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોની મદદ લીધી છે. પથ્થરમારામાં સામેલ લોકોની ઓળખ કરવા માટે ઘટનાની 200થી વધુ વિડીયો ક્લિપ્સ સ્કેન કરવામાં આવી રહી છે. આટલું જ નહીં કાનપુર હિંસા બાદ મુસ્લિમ ધાર્મિક નેતા તૌકીર રઝાએ બરેલીમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે, ત્યારબાદ બરેલી પ્રશાસને સાવચેતીના ભાગરૂપે કલમ 144 હેઠળ કર્ફ્યુ લગાવી દીધો છે. તૌકીર રઝાએ 10 જૂને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.
500 લોકો સામે FIR
કાનપુર હિંસા અંગે એડિશનલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું બેકોનગંજ પોલીસ સ્ટેશનમાં તોફાનો અને હિંસા માટે ત્રણ FIR નોંધવામાં આવી છે. બેકગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી નવાબ અહેમદની ફરિયાદ પર લગભગ 500 લોકો વિરુદ્ધ ઘાતક હથિયારો સાથે હિંસા કરવા બદલ પ્રથમ FIR નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં એમએમએ જૌહર ફેન્સ એસોસિએશનના વડા હયાત ઝફર હાશ્મી અને તેમના સહયોગીઓ યુસુફ મન્સૂરી અને આમિર જાવેદ અંસારી સહિત 36 લોકોના નામ છે. હિંસાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવતા હાશમીની લખનૌના હઝરતગંજ વિસ્તારમાંથી અન્ય ત્રણ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
શું હતી ઘટના?
કાનપુરમાં શુક્રવારે બજાર બંધ કરાવાને લઈને બે સમુદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. કાનપુરમાં યતિમ ખાના અને પરેડ ઈન્ટરસેક્શન વચ્ચેના વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અથડામણ બાદ બે લોકો અને એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે કેટલાક લોકોએ અન્ય સમુદાયના લોકોની દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો. હાશમી અને તેના માણસોએ શુક્રવારે પયગંબર વિરુદ્ધ ભાજપ પ્રવક્તા નુપૂર શર્માની ટિપ્પણીના વિરોધમાં દુકાનો બંધ રાખવાનું આહ્વાન કર્યું હતું. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે તોફાનીઓએ ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો, પેટ્રોલ બોમ્બ ફેંક્યા. 
Advertisement
Tags :
Advertisement

.