પતિયાલામાં હિંસા બાદ લાદી દીધો કર્ફ્યું, CMની અધિકારીઓ સાથે હાઈલેવલ બેઠક
પંજાબના પતિયાલામાં શુક્રવારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તેઓએ હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો, પોલીસે જણાવ્યું હતું. આ ઘટના દરમિયાન પથ્થરમારો પણ થયો હોવાના અહેવાલ છે. પટિયાલામાં હિંસાને જોતા શહેરમાં આજે 29 એપ્રિલની સાંજે 7 વાગ્યાથી આવતીકાલે 30 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન પટિયાલા હિંસા કેસને લઈને à
Advertisement
પંજાબના પતિયાલામાં
શુક્રવારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તેઓએ
હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો, પોલીસે જણાવ્યું હતું. આ ઘટના દરમિયાન પથ્થરમારો
પણ થયો હોવાના અહેવાલ છે. પટિયાલામાં હિંસાને જોતા શહેરમાં આજે 29 એપ્રિલની સાંજે 7 વાગ્યાથી આવતીકાલે 30 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ
લાદવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન પટિયાલા હિંસા કેસને લઈને ખૂબ નારાજ છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે
પોલીસ ઈન્ટેલિજન્સે સરઘસ અંગે જિલ્લા પોલીસને જાણ કરી હતી. પરંતુ તેઓ મામલાની ગંભીરતા સમજી શક્યા ન હતા.