જગતમંદિરના અડધી રાત્રે ખુલ્યા દ્વાર, 25 ગાયો માટે રાત્રે ખુલ્યું મંદિર
કોણ કહે છે કે માણસ જ ભક્તિ કરી શકે છે. જગતમાં રહેતો દરેક જીવ ભક્તિ કરી જાણે છે. ત્યારે આવા જ એક ભક્ત જેમણે દ્વારકાધીશની માન્યતા રાખી હતી. કોણ છે ત્યારે આ ભક્ત જેના મંદિરમાં આવવાથી ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ ગયા આવો જાણીએ આ અહેવાલમાં.કાળિયા ઠાકર માટે અનોખી ભક્તી જોવા મળી છે. 25 ગાય કચ્છથી દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. તેમના માટે અડધી રાતે જગતમંદિરના દ્વાર ખોલવામા આવ્યા હતા. ત્યારે કૃષà
કોણ કહે છે કે માણસ જ ભક્તિ કરી શકે છે. જગતમાં રહેતો દરેક જીવ ભક્તિ કરી જાણે છે. ત્યારે આવા જ એક ભક્ત જેમણે દ્વારકાધીશની માન્યતા રાખી હતી. કોણ છે ત્યારે આ ભક્ત જેના મંદિરમાં આવવાથી ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ ગયા આવો જાણીએ આ અહેવાલમાં.
કાળિયા ઠાકર માટે અનોખી ભક્તી જોવા મળી છે. 25 ગાય કચ્છથી દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. તેમના માટે અડધી રાતે જગતમંદિરના દ્વાર ખોલવામા આવ્યા હતા. ત્યારે કૃષ્ણ ભક્તિનું આવુ ઉદાહરણ બીજે ક્યાંય ન મળે તેવુ છે. ગુજરાત ભરમાં જ્યારે ભયંકર લમ્પી વાયરસ (Lampi Virus) ફેલાયો ત્યારે સૌથી ગૌપાલકના માથે આભ તૂટી પડ્યુ હતું. કેટલાય ખેડૂતોએ પોતાનું પશુધન ગુમાવ્યું હતું. તો પોતાના પશુધન બચી જાય તે માટે અનોખી બાધા રાખી હતી. કચ્છ (Kutch) ના મહાદેવભાઈ દેસાઈ પોતાની ગાયો બચાવા માટે માનતા રાખી હતી. ત્યારે આ ગંભીર લમ્પી વાઇરસ દરમિયાન તેમના એક ગૌ વંશને કોઈ રોગ નહિ થતાં તેઓ કચ્છથી તેમની 25 ગાયોને દ્વારકા પગપાળા લાવી ભગવાન દ્વારકાધીશનાના દર્શન કરાવ્યા હતા. તેમજ મંદિરની અંદર પ્રદક્ષિણા પણ કરી હતી.
દિવસે ભક્તોની ભીડ હોવાના કારણે ગાયોને રાત્રે દર્શન કરાવવામાં આવ્યાં હતા. આ માટે પહેલીવાર અડધી રાતે જગતમંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. મંદિરના ઈતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની કે, એકસાથે 25 ગાય આટલું લાંબુ અંતર પાર કરીને દર્શન કરવા પહોંચી હોય. મંદિરનું વહીવટીતંત્ર પણ આ ઘટનાથી પ્રભાવિત બની ગયુ હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement