બરવાળા લઠ્ઠાકાંડમાં પાણી નાખીને કેમિકલ પીવા અપાયુ હતું
બોટાદ જીલ્લાના બરવાળા પંથકમાં લઠ્ઠાકાંડના કારણે 31 લોકોના મોત થયા છે. બોટાદ જીલ્લાના પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેમિકલને પાણીમાં ભેળવીને લોકોને પીવડાવામાં આવ્યું હતું.બોટાદ જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે તપાસમાં જણાયું છે કે ગજુબેન નામની મહિલાએ ઝેરી કેમિકલ રોજીદ ગામમાં આપ્યું હતું. તેમણે કહ્યું કે પિંટુ અને લાલાએ કેમિકલ ગજુબેનને આપ્યું
બોટાદ જીલ્લાના બરવાળા પંથકમાં લઠ્ઠાકાંડના કારણે 31 લોકોના મોત થયા છે. બોટાદ જીલ્લાના પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેમિકલને પાણીમાં ભેળવીને લોકોને પીવડાવામાં આવ્યું હતું.
બોટાદ જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે તપાસમાં જણાયું છે કે ગજુબેન નામની મહિલાએ ઝેરી કેમિકલ રોજીદ ગામમાં આપ્યું હતું. તેમણે કહ્યું કે પિંટુ અને લાલાએ કેમિકલ ગજુબેનને આપ્યું હતું અને ગજુબેને લોકોને કેમિકલ પીવા આપ્યું હતું.
જીલ્લા પોલીસ વડાએ કહ્યું કે પિન્ટુ અને લાલો 200 લીટર કેમિકલ લાવ્યા હતા અને નારોલની ફેક્ટીરીમાંથી કેમિકલ લાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જયેશ પાસેથી સંજય કેમિકલ લાવ્યો હતો. 600 લીટર કેમિકલ ત્રણ જણાએ વહેંચ્યું હતું. ગજુબેને પિન્ટુ અને લાલાએ કેમિકલ વહેંચ્યું હતું. નારોલની ફેક્ટરીમાંથી 600 લીટર કેમિકલ લવાયુ હતું.
તેમણે કહ્યું કે બનાવની ગંભીરતા જોઇને રાણપુર અને બરવાળા પોલીસ સ્ટેશનમાં 2 એફઆઇઆર નોંધવામાં આવી છે. બરવાળામાં 13 અને રાણપુરમાં 11 લોકો સામે ગુનો બંને ગુનામાં 8 આરોપી પકડાયા છે. 21 લોકોને રાઉન્ડ અપ કરાયા છે અને હાલ તેમની પુછપરછ કરાઇ રહી છે. બનાવમાં એફએસએલની ટીમો તપાસ કરી રહી છે. જેમના ડેથ થયા છે તેમના વીસેરા અને બ્લડ સેપલ લેવાયા છે
તેમણે કહ્યું કે આ કેમિકલમાં પાણી નાખીને પીવા માટે આપવામાં આવ્યું છે. જેથી લોકોના મોત થયા છે.
તેમણે બચાવ કરતા કહ્યું કે બરવાળાના પીએસઆઇએ આ વિસ્તારમાં પ્રોહિબીશનની સતત કામગિરી કરી હતી અને અલગ અલગ ગામોમાં દરોડા પણ પાડ્યા હતા. છેલ્લા 6 માસમાં પ્રોહિબીશનની કડક કાર્યવાહી કરાઇ હતી.
Advertisement