Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું અદાણીને ટાર્ગેટ કરી વિશ્વમાં ભારતના વધતા દબદબા અને મોદી સરકારની શાખને ખરડવાનો પ્રયાસ ?

ભારત વૈશ્વિક મંચ એકજ ખુબજ શક્તિશાળી અને ઝડપથી વિકસી રહેલા દેશ તરીકે ઉભરી રહ્યો છે. કોરાના રોગચાળાથી લઈને યુક્રેન-રશિયા સંકટ સુધી ભારતના વિકાસની ગતિએ વિશ્વના શક્તિશાળી દેશોમાં ગભરાટ પેદા કર્યો છે. અત્યાર સુધી ઘણા શક્તિશાળી દેશો ભારતને ઘણો સામાન વેચતા હતા, એટલે કે તેની નિકાસ કરતા હતા, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું હોવાથી તેમની દુકાનદારી પર સàª
07:23 AM Feb 05, 2023 IST | Vipul Pandya
ભારત વૈશ્વિક મંચ એકજ ખુબજ શક્તિશાળી અને ઝડપથી વિકસી રહેલા દેશ તરીકે ઉભરી રહ્યો છે. કોરાના રોગચાળાથી લઈને યુક્રેન-રશિયા સંકટ સુધી ભારતના વિકાસની ગતિએ વિશ્વના શક્તિશાળી દેશોમાં ગભરાટ પેદા કર્યો છે. અત્યાર સુધી ઘણા શક્તિશાળી દેશો ભારતને ઘણો સામાન વેચતા હતા, એટલે કે તેની નિકાસ કરતા હતા, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું હોવાથી તેમની દુકાનદારી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તેનાથી ગભરાઈને પશ્ચિમી દેશોએ ભારત અને પીએમ મોદી વિરુદ્ધ ષડયંત્ર રચવાનું શરૂ કરી દીધું છે.. ગૌતમ અદાણી સામે હિંડનબર્ગનો રિપોર્ટ પણ અદાણી થકી ભારતના વિશ્વમાં વધતા દબદબાથી પરેશાન લોકોનું ષડયંત્ર  હોય તેવું સ્પષ્ટ જણાઇ આવે છે... ચાલો આ વાતને આપણ દસ મુદ્દાઓ થકી સમજવા પ્રયત્ન કરીએ 
 
1      9 રાજ્યોમાં આવી રહી છે ચૂંટણી 
દેશમાં આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવવાની છે.. અને 2024ની ચૂંટણી પણ નજીક છે.. એવામાં વિદેશી તાકતો પોતાની તમામ શક્તિ લગાવીને પીએમ મોદીને સત્તામાંથી બહાર કરવા માંગે છે. અને એટલેજ બીબીસીની ડોક્યુમેન્ટ્રી લાવવામાં આવી છે, અને તે બાદ તુરંત ભારતના વિકાસમાં યોગદાન આપનાર અદાણી ગ્રુપ સામે હિંડનબર્ગનો રિસર્ચ રિપોર્ટ. પરંતુ ષડયંત્ર કરનારાઓએ એ સમજી લેવું જોઇએ કે અદાણી એ ભારત નથી, અને ભારતના વિકાસની ગતિ ક્યારેય નહીં અટકે 
 
2    PM મોદીની લોકપ્રિયતા કાવતરાખોરો માટે ચિંતાનું કારણ છે
પીએમ મોદી સતત ત્રણ વર્ષથી વૈશ્વિક લોકપ્રિયતા ચાર્ટમાં ટોચ પર છે. વાત માત્ર દેશની જ નથી, પીએમ મોદી વિદેશમાં પણ એટલા જ લોકપ્રિય છે જેટલા તેઓ દેશમાં છે. ભારત વિરુદ્ધ કાવતરાખોરો માટે આ પણ ચિંતાનું કારણ છે. તેઓ સમજી શકતા નથી કે ભારતને કેવી રીતે બદનામ કરવું જેથી રોકાણકારો દૂર રહે અને પીએમ મોદીના વિકાસના સંકલ્પ પર બ્રેક લગાવી શકાય. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા આનંદ મહિન્દ્રાએ સાચું જ કહ્યું છે કે ભારતે ધરતીકંપ, દુષ્કાળ, હતાશા, યુદ્ધો અને આતંકવાદી હુમલાના ઘણા સમયગાળા જોયા છે..માટે ભારતને ક્યારેય ઓછુ ન આંકતા 
3    અદાણી ગ્રુપના વૈશ્વિક વિસ્તરણ મિશનથી વિદેશી કંપનીઓ ડરી ગઈ
છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રુપે જબરજસ્ત પ્રગતિ કરી છે. ગૌતમ અદાણીએ અદાણી ગ્રુપના વૈશ્વિક વિસ્તરણના મિશનને આગળ વધાર્યુ . આવી સ્થિતિમાં વૈશ્વિક સ્તરે અદાણી જૂથનો વિકાસ વિદેશી કંપનીઓને આંખમાં કણાની જેમ ખુંચી રહ્યો હતો.  અદાણી ગ્રુપ ભારતની ઓળખને દિવસેને દિવસે મજબૂત કરવામાં આગળ વધી રહ્યું છે, આ જ કારણ છે કે પાછલા કેટલાક વર્ષોમાં પશ્ચિમી દુનિયાની ભારત વિરોધી લોબીના પેટમાં તેલ રેડાયું છે 
4     વોલ સ્ટ્રીટ જનરલના પ્રચાર અદાણીના બહાને મોદી સરકાર પર પ્રહાર કેમ ?
બીબીસી ડોક્યુમેન્ટ્રી અને હિંડનબર્ગ રિપોર્ટ પછી વિદેશી પ્રચાર માધ્યમો તેમજ ભારતના વિરોધ પક્ષો અને ડાબેરી ઉદારવાદી ઇકોસિસ્ટમને સરકાર પર હુમલો કરવાનું સાધન મળ્યું. અદાણીનો અર્થ ભારત નથી પરંતુ વોલ સ્ટ્રીટ જનરલે પોતાના અહેવાલમાં આવું જ કંઈક લખીને પ્રચાર ફેલાવવાનો પ્રયાસ કર્યો. વોલસ્ટ્રીટ જનરલે લખ્યું કે હિંડનબર્ગે “હિન્દુ રાષ્ટ્રવાદી પીએમ” મોદીના ગુજરાતના આર્થિક વિકાસ મોડલ પરનો વિશ્વાસ હચમચાવી નાખ્યો છે અને “કોર્પોરેટ ઈન્ડિયા વિશે ઘણું બધું કહે છે.
5     ભારતની છબી ખરાબ કરવાનું ષડયંત્ર
બ્રિટિશ ન્યૂઝ એજન્સી BBCએ તેની ડોક્યુમેન્ટ્રી દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો અને હવે પછી હિંડનબર્ગના રિપોર્ટ દ્વારા અદાણી ગ્રુપ પર હુમલો કરીને અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. આ બધાનું એકસાથે આવવું  સંયોગ ન હોઈ શકે. આની પાછળ ભારત વિરોધી અને પીએમ મોદીના વિરોધીઓના  ષડયંત્રના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.  હવે ફિચ રેટિંગ્સે પણ કહ્યું છે કે હાલમાં અદાણી ગ્રુપની કંપનીઓના રેટિંગ પર કોઈ અસર નથી.
6       હિંડનબર્ગ રિસર્ચ સાથે શેર્સ પણ શોર્ટ-શેલિંગ કરે છે, તેથી તેની ભૂમિકા પર શંકા 
હિંડનબર્ગ એ અમેરિકન રોકાણ સંશોધન કંપની છે. તેની સ્થાપના 2017માં 'નાથન એન્ડરસન' નામના અમેરિકન વ્યક્તિએ કરી હતી. આ કંપનીનું મુખ્ય કામ શેરબજાર, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ પર સંશોધન કરવાનું છે, એટલે કે શેરબજારની કંપનીઓ નાણાંનું ગેરવ્યવસ્થાપન કરી રહી છે કે કેમ કે મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે તેમના ખાતાઓનું ગેરવ્યવસ્થાપન કરી રહી છે કે કેમ તે જોવાનું છે. પરંતુ રોકાણ સંશોધન કરવાની સાથે, તે એક શોર્ટ-સેલર કંપની પણ છે જે શેરબજારમાં વિવિધ કંપનીઓના શેર ખરીદે છે અને વેચે છે અને તેમાંથી નફો કમાય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે હિંડનબર્ગે શેર્સ દ્વારા પોતાના ફાયદાની સાથે-સાથે વિદેશી મીડિયા અને ભારતની વિપક્ષી પાર્ટીને આ સંશોધન દ્વારા સરકાર પર પ્રહાર કરવા માટે એક સાધન આપ્યું છે અને શેરો દ્વારા તેના નફાની સાથે.
7      અદાણી ગ્રુપ વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે
અદાણી ગ્રુપ છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં હાજર છે. જૂથે અનેક વિરોધ છતાં કારમાઈકલ કોલસાની ખાણ વિકસાવી. 2017માં અદાણીએ ચાઈનીઝ બેલ્ટ એન્ડ રોડમાં પણ વિરોધીઓને પાછળ છોડી દીધા. તે વર્ષે જ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (લિમિટેડ)એ કુઆલાલંપુરથી 50 કિમી દૂર સ્થિત કેરી આઇલેન્ડ ખાતે કન્ટેનરને હેન્ડલ કરવા માટે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા.આ તમામ અપેક્ષાઓથી વિપરિત હતું.તેનાથી મલેશિયામાં ભારતની સ્થિતિ વધુ મજબુત બની..ત્યારબાદ શ્રીલંકામાં ચીનની હાજરી વચ્ચે, અદાણી જૂથને કોલંબો બંદર પર પશ્ચિમી કન્ટેનર ટર્મિનલ વિકસાવવા અને ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. માત્ર કેટલાક મહિનાઓમાંજ અદાણી ગ્રુપે શ્રીલંકામાં બે પવન ઉર્જા પરિયોજનાઓ પૂર્ણ કરી.અદાણીની ઉપસ્થિતિમાં બાંગ્લાદેસના વીજળીક્ષેત્રને પણ પ્રોત્સાહન મળ્યું 
 
8      અદાણીના શેરમાં ઘટાડાને કારણે વિદેશી કંપનીઓને ફાયદો થાય છે
અદાણીના શેરમાં ઘટાડો અને રોકાણકારોના નકારાત્મક વલણથી આ ક્ષેત્રની વિદેશી કંપનીઓને ફાયદો થશે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કંઈક છુપાવો અને કંઈક કહેવાની નીતિ અપનાવી છે, એટલે કે તેણે અદાણી ગ્રૂપ વિશે માત્ર તે જ વાતો કહી છે જે તેના હિતમાં છે અને જે શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરના ભાવ ઘટાડવા માટે કામ કરશે. અદાણી પર હુમલો કરવાથી ઘણા જૂથોને અનેકગણો ફાયદો થાય છે. અદાણી સામ્રાજ્ય સોલર મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ, ઔદ્યોગિક જમીન, સંરક્ષણ, એરોસ્પેસ, ફળો, ડેટા સેન્ટર્સ, રોડ, રેલ, રિયલ એસ્ટેટ ધિરાણ, કોલસો અને અન્ય ઘણા ક્ષેત્રોમાં હાજર છે.
9      ગૌતમ અદાણીનું આદર્શ વાક્ય છે રાષ્ટ્ર નિર્માણ, શું એટલે બન્યા નિશાન ?
 ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને નરેન્દ્ર મોદી માટે પશ્ચિમના રોકફેલર માનવામાં આવે છે. રાષ્ટ્ર નિર્માણ એ ગૌતમ અદાણીનું સૂત્ર છે. અદાણી એ ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર્સ, સૌથી મોટા ખાનગી બંદર ઓપરેટર્સ અને સૌથી મોટા થર્મલ કોલ પાવર ઉત્પાદક છે. હવે જ્યારે પશ્ચિમી દેશો ભારત અને પીએમ મોદી વિરુદ્ધ એજન્ડા ચલાવી રહ્યા છે ત્યારે તેઓએ ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રહારો કર્યા છે. આ ક્રમમાં અમેરિકન નાણાકીય સંશોધન કંપની હિન્ડેનબર્ગ રિસર્ચે તેમની કંપનીઓ પર હુમલો કર્યો. આ રિપોર્ટ જાહેર થવાનો સમય એ આશંકા પણ વધારે છે કે તે ભારત વિરુદ્ધ ષડયંત્ર છે. હિંડનબર્ગનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી ગ્રુપ તેની પેરેન્ટ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના FPO (ફોલો ઓન પબ્લિક ઑફર)ને બજારમાં લાવ્યા
10      હિંડનબર્ગ સામે યુએસમાં ચાલી રહી છે ન્યાયિક તપાસ 
 હિંડનબર્ગના શોર્ટ સેલિંગ અને હેજ ફંડ સાથે મિલિભગતને લઇ અમેરિકી સરકારના ન્યાય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ફર્મના સંસ્થાપક એન્ડરસન કથિત રીતે કોર્પોરેટ આપત્તિઓને ઓળખવામાં અને તેમાંથી નફો કમાવવામાં માહેર છે. થોડા સમય પહેલા અમેરિકાના ન્યાય વિભાગે 30 ઇન્વેસ્ટમેન્ટ તેમજ રિસર્ચ કંપનીઓ તેમજ તેમની સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. જે કંપનીઓ વિરુદ્ધ તપાસ શરૂ થઇ હતી, તેમાં હિંડનબર્ગ પણ શામેલ છે. આ કંપનીઓ કોઇને ટાર્ગેટ કરી તેમનો નાણાકીય રિપોર્ટ જારી કરતા હતા અને તેના સ્ટોક પર પોતાની શોર્ટ પોઝિશન બનાવતા હતા. એ કંપનીનો સ્ટોક જેટલો નીચે જતો તેટલા તે પૈસા કમાતા હતા.
આ પણ વાંચોઃ  હિંડનબર્ગ રિપોર્ટ ભારત સામે મોટુ ષડયંત્ર હોવાનો ઘટસ્ફોટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
adaniAdanigroupattemptGujaratFirstHindenburgIndiainfluenceModigovernmentreputationTargettarnishworld
Next Article