Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં સામાન્ય મુદ્દે હોમગાર્ડ જવાનની હત્યાનો પ્રયાસ, જાણો શું બન્યું

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં ઓવર સ્પીડમાં રીક્ષા ચલાવવા બાબતે રિક્ષા ચાલકને ઠપકો આપનારા યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. પોલીસે હોમગાર્ડ જવાનને માથામાં પાઈપ મારનારા રિક્ષાચાલક રાકેશ દંતાણીની ધરપકડ કરી છે. હોમગાર્ડ જવાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે રાતના સમયે ચાંદખેડા સ્મશાન રોડ પર રીક્ષા ચાલક રાકેશ દંતાણી ગફલત પૂર્વક રીક્ષા હંકારી રહ્યો હà
અમદાવાદમાં સામાન્ય મુદ્દે હોમગાર્ડ જવાનની હત્યાનો પ્રયાસ  જાણો શું બન્યું
અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં ઓવર સ્પીડમાં રીક્ષા ચલાવવા બાબતે રિક્ષા ચાલકને ઠપકો આપનારા યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. પોલીસે હોમગાર્ડ જવાનને માથામાં પાઈપ મારનારા રિક્ષાચાલક રાકેશ દંતાણીની ધરપકડ કરી છે. હોમગાર્ડ જવાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે રાતના સમયે ચાંદખેડા સ્મશાન રોડ પર રીક્ષા ચાલક રાકેશ દંતાણી ગફલત પૂર્વક રીક્ષા હંકારી રહ્યો હતો ત્યારે ટુ વ્હીલર જગદીશ દત્ત નામનાં વ્યક્તિ પત્ની સાથે જઈ રહ્યા હતા. રીક્ષા ચાલકે રિક્ષા ઓવર સ્પીડમાં ચલાવતા જગદીશભાઈએ રીક્ષા ચાલક બૂમ પાડી તેને રોક્યો હતો. તેમણે રીક્ષા ચાલકને ઠપકો આપતા રિક્ષા ચાલક રાકેશ ઉશ્કેરાઇ ગયો હતો અને જગદીશ દત્ત પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રીક્ષા ચાલક રાકેશની ધરપકડ કરી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ગઈ હતી..
 સુત્રોએ કહ્યું કે આરોપી રાકેશ દંતાણી ચાંદખેડા વિસ્તારનો રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે.શનિવાર રાત્રે નશામાં આરોપી રાકેશ હુમલો કર્યો હોવાની આશંકાને લઈને આરોપીનું મેડિકલ ટેસ્ટ કરાવામાં આવ્યું છે.આ ગુનામાં ચાંદખેડા પોલીસે આરોપી રાકેશની ધરપકડ કરી તેના વિરુદ્ધમાં અન્ય કોઈ ગુના નોંધાયા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી  આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.