Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળીએ ભારતનો ભવ્ય વિજય ! T20 વર્લ્ડકપમાં ભારે રસાકસી બાદ પાકિસ્તાનને હરાવીને 'બદલો પૂરો કર્યો'

T20 વર્લ્ડ કપ (WORLD CUP2022)ની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. દિવાળીના અવસર પર ટીમ ઈન્ડિયાએ પોતાના ચાહકોને જીતની ભેટ આપી છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. વિરાટ કોહલીએ તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. પાકિસ્તાનની જેમ ભારતની પણ શરૂઆત ખરાબ રà
દિવાળીએ ભારતનો ભવ્ય વિજય   t20 વર્લ્ડકપમાં ભારે રસાકસી બાદ પાકિસ્તાનને હરાવીને  બદલો પૂરો કર્યો
T20 વર્લ્ડ કપ (WORLD CUP2022)ની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. દિવાળીના અવસર પર ટીમ ઈન્ડિયાએ પોતાના ચાહકોને જીતની ભેટ આપી છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. વિરાટ કોહલીએ તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે 82 રનની અણનમ ઇનિંગ રમી હતી.
Advertisement

પાકિસ્તાનની જેમ ભારતની પણ શરૂઆત ખરાબ રહી હતી. તેણે તેની પ્રથમ 4 વિકેટ ખૂબ જ વહેલી ગુમાવી દીધી હતી. પરંતુ કોહલી અને હાર્દિક પંડ્યાએ મોરચો રાખ્યો હતો. કોહલીએ 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે પંડ્યાએ 37 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સર અને 1 ફોર ફટકારી હતી.

રોહિત-રાહુલ નિષ્ફળ ગયા
આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ નિષ્ફળ સાબિત થયા હતા. રોહિત 4 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ પણ 4 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે 10 બોલમાં 15 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા સામેલ હતા. અક્ષર પટેલ પણ કંઈ ખાસ કરી શક્યા નથી. તે રન આઉટ થયો હતો. દિનેશ કાર્તિક 1 રન બનાવીને આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિન છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે છેલ્લા બોલમાં 1 રન લઈને ભારતને જીત અપાવી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
Advertisement



અર્શદીપ-પંડ્યાએ 3-3 વિકેટ લીધી 

ભારત તરફથી અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા 3-3 વિકેટ લીધી હતી. અર્શદીપે 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. હાર્દિકે 4 ઓવરમાં 30 રન આપ્યા હતા. મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી હતી.

પાકિસ્તાન માટે ઈફ્તિખાર-મસૂદે અડધી સદી ફટકારી હતી
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે ઈફ્તિખાર અહેમદે અડધી સદી ફટકારી હતી. તેણે 34 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. મસૂદે અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 42 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. મસૂદની ઇનિંગમાં 5 ચોગ્ગા સામેલ હતા. કેપ્ટન બાબર આઝમ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. રિઝવાન 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શાદાબ ખાન 5 અને હૈદર અલીએ 2 રન બનાવીને આઉટ થયા હતા.
Advertisement
Tags :
Advertisement

.