Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જલ્દી જ ભારત-પાકિસ્તાન વચ્ચે થશે ક્રિકેટ મેચ, જાણો પૂરી વિગત

ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ જોવા બંને દેશના લોકો ખૂબ જ ઉત્સાહી રહેતા હોય છે. ત્યારે આ મેચ જોવાની આશા રાખતા ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જીહા, ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આ જ મહિનામાં આમને-સામને જોવા મળશે. આ વખતે મહિલા ટીમો વચ્ચે આ મુકાબલો જોવા મળશે. જણાવી દઇએ કે, હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે કેપટાઉન પહોંચà
જલ્દી જ ભારત પાકિસ્તાન વચ્ચે થશે ક્રિકેટ મેચ  જાણો પૂરી વિગત
ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ જોવા બંને દેશના લોકો ખૂબ જ ઉત્સાહી રહેતા હોય છે. ત્યારે આ મેચ જોવાની આશા રાખતા ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જીહા, ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આ જ મહિનામાં આમને-સામને જોવા મળશે. આ વખતે મહિલા ટીમો વચ્ચે આ મુકાબલો જોવા મળશે. જણાવી દઇએ કે, હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે કેપટાઉન પહોંચી ગઈ છે, જ્યાં વિશ્વ કપની મોટાભાગની મેચો રમાવાની છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ વોર્મ-અપ મેચ 6 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમશે. વળી ટીમ ઈન્ડિયા (Team India) ની પાકિસ્તાન વિરુદ્ધની મેચ આ મુકાબલાના 5 દિવસ પછી રમાશે. 
ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે વોર્મ-અપ 
મહિલા T20 વર્લ્ડ કપ 2023 10 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા T20 વર્લ્ડ કપ માટે કેપટાઉન પહોંચી છે જ્યાં વિશ્વ કપની મોટાભાગની મેચો રમાવાની છે. જેમાં સેમી ફાઈનલ અને ફાઈનલનો પણ સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ વોર્મ-અપ મેચ 6 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારતીય ટીમે તાજેતરમાં જ યજમાન દક્ષિણ આફ્રિકા સામે T20 ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લીધો હતો. પ્રોટીઝ ટીમે ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. ICC ટૂર્નામેન્ટમાં ઘણી વખત ભારતનું દિલ તૂટી ગયું છે. ટીમ ટાઈટલ સુધી પહોંચવામાં ચૂકી ગઈ છે. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ છેલ્લી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી જ્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, ભારતીય બેટર યાસ્તિકા ભાટિયા (Yastika Bhatia) એ સોશિયલ મીડિયા પર ટીમ સાથીઓ સાથે ઈસ્ટ લંડનથી દક્ષિણ આફ્રિકા સફર દરમિયાન ફ્લાઈટની અંદરથી સેલ્ફી પોસ્ટ કરી છે. 
Advertisement

ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન મેચ?
મહત્વનું છે કે, 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં ICC મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. આ માટે ટીમ ઈન્ડિયા પણ ત્યાં પહોંચી ગઈ છે. મહિલા T20 વર્લ્ડ કપની આ આઠમી આવૃત્તિ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રાત્રે 10.30 કલાકે રમાશે. 
ICC T20 મહિલા વિશ્વ કપ 2023 ની સંપૂર્ણ વિગતો
ઓસ્ટ્રેલિયા ICC T20 મહિલા વર્લ્ડ કપ 2022ની વિજેતા હતી, જ્યારે ભારત ઉપવિજેતા રહ્યું હતું. પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટાઈટલ જીતવાની દાવેદાર છે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સાથે 10 ટીમો ભાગ લઈ રહી છે. T20 મહિલા વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ભારતને ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયા
હરમનપ્રીત કૌર (c), સ્મૃતિ મંધાના (vc), યાસ્તિકા ભાટિયા (wc), રિચા ઘોષ (wc), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાન, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.