રાજકોટમાં ચાલુ બસમાં તરુણી સાથે દુષ્કર્મની ઘટના, Video
Rajkot : Suratની તરુણી Rajkot આવી રહી હતી. આ દરમિયાન ચાલુ બસે ગીર સોમનાથના યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે Rajkotમાં 0 નંબરની ફરિયાદ નોંધી સુરત મહિધરપુરા મોકલાઈ છે.
02:56 PM Apr 18, 2025 IST
|
MIHIR PARMAR
Rajkot : Suratની તરુણી Rajkot આવી રહી હતી. આ દરમિયાન ચાલુ બસે ગીર સોમનાથના યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે Rajkotમાં 0 નંબરની ફરિયાદ નોંધી સુરત મહિધરપુરા મોકલાઈ છે. આ તરુણી મૂળ સુરતની હતી અને રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી. Gir Somnath નો યુવક વિજય બારડ પણ આ જ હોસ્ટેલમાં કામ કરતો હતો.
સમગ્ર ઘટનાક્રમ
મૂળ સુરતની તરૂણી Rajkot હોસ્ટેલમાં રહેતી હતી. આ હોસ્ટેલમાં જ Gir Somnath નો યુવક વિજય બારડ પણ કામ કરતો હતો. તરુણી પોતાના ઘરે સુરત ગઈ હતી. તેની પાછળ પાછળ વિજય પણ સુરત ગયો હતો. સુરતથી રાજકોટ રીટર્ન આવતી વખતે ચાલુ બસમાં વિજયે તરુણી સાથે અમાનવીય વર્તન કર્યુ હતું. વિજયે તરુણીને ચાલુ બસે બ્લેકમેલ કરી અને દુષ્કર્મ કર્યુ.