Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉપલેટામાં 14 કરોડથી વધુની રકમના વિકાસકાર્યોનું મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે લોકાર્પણ

ઉપલેટા ખાતે રૂ.૧૪.૮૨ કરોડના વિવિધ વિકાસકાર્યોનો મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે શુભારંભ કરાયો. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે ઉપલેટા ખાતે નગરપાલિકા દ્વારા ખૂબ જ સરાહનીય રીતે લોકોપયોગી વિકાસ કામો થઈ રહ્યા છે. જેમાંથી અન્ય નગરપાલિકાઓને પà
ઉપલેટામાં 14 કરોડથી વધુની રકમના વિકાસકાર્યોનું મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે લોકાર્પણ
ઉપલેટા ખાતે રૂ.૧૪.૮૨ કરોડના વિવિધ વિકાસકાર્યોનો મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે શુભારંભ કરાયો. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે ઉપલેટા ખાતે નગરપાલિકા દ્વારા ખૂબ જ સરાહનીય રીતે લોકોપયોગી વિકાસ કામો થઈ રહ્યા છે. જેમાંથી અન્ય નગરપાલિકાઓને પણ વિકાસ કામો કરવાની પ્રેરણા મળે છે 
મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે  દરેક ક્ષેત્રમાં વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરાઈ રહ્યું છે અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકાસ કાર્યો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર પ્રવાસન સ્થળ, વન પર્યાવરણ સહિતના ક્ષેત્રે આગામી સમયમાં સૌના સહયોગથી કાર્ય કરવા કટિબદ્ધ છે, અને ઉપલેટા નગરપાલિકા દ્વારા થયેલા વિકાસ કામો સુઆયોજીત વહીવટી માળખા અને નગરપાલિકા ટીમને આભારી છે, તેવું પણ તેમણે કહ્યું.
સાંસદશ્રી રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવણી કરી વિકાસકામો શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે તેનું જતન પણ આપણે કરવું જોઈએ અને ઉપલેટાના રાજવી સર ભગવતસિંહના આદર્શોને યાદ કરી વિકાસકાર્યોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. 
ઉપલેટા ખાતે શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ, સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ રૂ ૧.૮૩ કરોડના ખર્ચે નિર્મિત મટીરિયલ રીકવરી ફેસીલિટી સેન્ટર, રૂ. ૧.૪૯ કરોડના ખર્ચે બનેલા મેઘવાળ સમાજના સ્મશાનની દીવાલ વગેરે વિકાસકામોના લોકાર્પણ અને  રૂ. ૬.૫૦ કરોડ ના ખર્ચે ટાવરવાળી તાલુકા શાળાના હેરિટેજ બિલ્ડિંગના રીસ્ટોરેશન-રીપેર-ડેવલોપમેન્ટના કાર્યનું ખાતમુહુર્ત મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.