Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યના કયા ગામમાં RC બુકનું મોટું કૌભાંડ ઝડપાયું? જાણો

સિદ્ધપુર તાલુકાના મુડાના ગામના ઈસમને નકલી આરસી બુક બનાવવાના કૌભાંડમા પાટણ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી બેંક કે ફાઇનાન્સ કંપની દ્વારા સીઝ કરેલા વાહનોની આરસી બુક આરટીઓ કચરીમાંથી મેળવી લઇ તેમા દર્શાવેલા નામ તેમજ અન્ય વિગતો થિનરની મદદથી દૂર કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી આરટીઓ કચેરીમાંથી નવી આરસી બૂક કઢાવી લઇ આચારવામાં આવતા કૌભાંડનો પડદા ફàª
05:16 AM May 06, 2022 IST | Vipul Pandya
સિદ્ધપુર તાલુકાના મુડાના ગામના ઈસમને નકલી આરસી બુક બનાવવાના કૌભાંડમા પાટણ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી બેંક કે ફાઇનાન્સ કંપની દ્વારા સીઝ કરેલા વાહનોની આરસી બુક આરટીઓ કચરીમાંથી મેળવી લઇ તેમા દર્શાવેલા નામ તેમજ અન્ય વિગતો થિનરની મદદથી દૂર કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી આરટીઓ કચેરીમાંથી નવી આરસી બૂક કઢાવી લઇ આચારવામાં આવતા કૌભાંડનો પડદા ફાસ કરવામાં આવ્યો છે.
વાહનોની નકલી આરટીઓ આરસી બુક બનાવવાના કૌભાંડમાં સિદ્ધપુર તાલુકાના મુડાના ગામના આસફાક મોમીન નામના એક ઈસમને પાટણ પોલીસે ઝડપી પાડ્યો છે. અસ્ફાક મોમીન તેના અન્ય મળતીયાઓ સાથે મળીને બેંક કે ફાઇનાન્સ કંપનીઓ દ્વારા જે વાહનો સીઝ કર્યા હોય તેની માહિતી મેળવી તેના મળતીયા ઈસમો પાસે તે વાહનોનું વેચાણ કરાવી જે તે જિલ્લાની આરટીઓ કચેરીમાંથી અધિકારીની સહીવાળી આરસી બુક ગમે તે રીતે મેળવી લેતો અને ત્યાર બાદ આરસી બુકમાં લખેલા નામની વિગતો થિનર વડે દૂર કરી ગુજરાત ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ઓથોરિટીમાંથી ફોર્મ નંબર 24 મેળવી લઇ તેમાંથી વાહનોની વિગતો મેળવી લઇ તે વિગતો પ્રિન્ટરમાં સેટ કરી અસલ આરસી બુક જેવી ખોટી આરસી બુક બનાવી દેવામાં આવતી. જે તે આરટીઓ કચેરી ખાતે અસલ આરસી બુક તરીકે રજુ કરી વેચાણ કરેલા વાહન ચાલાકના નામે અસલી આરસી બુક બનાવીને આચારવામાં આવતું કૌભાંડ બહાર આવવા પામ્યું છે.
પોલીસે આ કૌભાંડમાં અસ્ફાક મોમીનને ઝડપી પાડી તેની પાસેથી 8 આરસી સ્માર્ટ કાર્ડ અને પ્રિન્ટર, થિનર બોટલ પણ મુદ્દામાલમાં જપ્ત કરી છે. આ ઇસમો છેલ્લા બે એક મહિનાથી આ કૌભાંડ કરતા હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે, તો આ ગુનાહમાં અન્ય એક ઈસમ મકણોજીયા તારીફનું નામ પણ બહાર આવવા પામ્યું છે, જે આજ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. તે હાલમં આણંદ ખાતે જેલમા છે તેનું પણ આ ગુનાહમાં નામ ખુલવા પામ્યું છે, ત્યારે પોલીસે આ ગુનાહમાં વધુ તપાસ હાથ ધારી છે.
Tags :
CrimeGujaratGujaratFirstPatanRCBookRTO
Next Article