Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશ વિદેશથી પ્રદર્શનમાં આવેલા લોકો નિહાળશે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી

‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’મોડલ મુકાયું પ્રદશન માટે નવા સંસદ ભવન માટે સુરતમાં બનાવાઈ છે. સોના ચાંદીની પ્રતિકૃતિ૧૫ કિલો સોના,ચાંદી, ડાયમંડની પ્રતિકૃતિ સરસાણા ખાતે રૂટસ જેમ્સ એન્ડ જ્વેલરી એકજીબીશનમાં પ્રદર્શીત કરવામાં આવી.પ્રતિકૃતિમંત્રી પ્રફુલ પન્સેરિયાએ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી એકજીબિશનની ખાસ વાત એ છે કે કારીગરોના હાથે આ એકઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવશે
દેશ વિદેશથી પ્રદર્શનમાં આવેલા લોકો નિહાળશે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી
  • ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’મોડલ મુકાયું પ્રદશન માટે 
  • નવા સંસદ ભવન માટે સુરતમાં બનાવાઈ છે. સોના ચાંદીની પ્રતિકૃતિ
  • ૧૫ કિલો સોના,ચાંદી, ડાયમંડની પ્રતિકૃતિ 
  • સરસાણા ખાતે રૂટસ જેમ્સ એન્ડ જ્વેલરી એકજીબીશનમાં પ્રદર્શીત કરવામાં આવી.પ્રતિકૃતિ
  • મંત્રી પ્રફુલ પન્સેરિયાએ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી 
  • એકજીબિશનની ખાસ વાત એ છે કે કારીગરોના હાથે આ એકઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનામાંનું એક સપનું છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી (Temple of Democracy) જેને નવા સંસદ ભવન માટે કરાયું છે તૈયાર. આ 20 દિવસની મહેનત બાદ બનાવવામાં આવ્યું છે. જેને 10 જેટલા કારીગરોએ બનાવ્યું છે. એમ પી, યુપી, બંગાળ અને ગુજરાતના કારીગરોએ ભેગા મળીને તેને બનાવ્યું છે.
આ પ્રતિકૃતિ બનાવવામાં 500 ગ્રામ ગોલ્ડ અને 14 કિલો ચાંદી,10 કેરેટ આસપાસ સ્ટોન અને ડાયમંડનો ઉપયોગ કરી બનવામાં આવી છે. જેને જોવા સરકાર મંત્રી પ્રફુલ પાન્સેરિયાએ પણ એક્ઝિબિશનની મુલાકાત લઈ 'ટેમ્પલ ઓફ ડેમોક્રેસી' (Temple of Democracy) ને નિહાળ્યું હતું, ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલા PM મોદી એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, સુરત દુનિયામાં જ્વેલરી ક્ષેત્રે ખૂબ જ તરક્કી કરશે. જવેલર્સ પર્યાવરણનું ધ્યાન રાખી રહ્યા છે. અહીં ઘણા સ્ટોલો પર બહેનોને ટ્રેનિંગ આપી એમને પગભર કરવાનો જ એક પ્રયાસ છે. સાથે જ આજે દરેક સ્ટોલ ઉપર રાષ્ટ્રપ્રેમ અહીં જોવા મળી રહ્યો છે. દરેક સ્ટોલની ઉપર ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની નાની એવી પ્રતિકૃતિ મુકાઈ છે. ક્યાં રિંગની અંદર તો ક્યાં મોડલમાં પ્રતિકૃતિની દેશપ્રેમ જોવા મળી રહી છે. સોના ચાંદીથી બનેલી આબેહૂ પ્રતિકૃતિની મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ખૂબ વખાણ કર્યા હતા.
આ દોઢ ફુટની પ્રતિકૃતિ ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી' પાચ ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં ૩ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે. ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી' ના નિર્માણમાં 50 જેટલા જ્વેલર્સનો ફાળો છે. તેમાં પ્રાકૃતિક હીરા ઉપરાંત લેબગ્રોન હીરાનો પણ ઉપયોગ કરી બનાવાઈ છે. પ્રતિકૃતિની અંદાજે કિંમત 80 લાખ જેટલી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તા.16 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનાર એક્ઝિબિશનમાં દેશભરમાંથી 2000 જેટલા બાયર્સ અને જ્વેલરી સાથે સંકળાયેલા લોકો ભાગ લેશે.
  • ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની સાઈઝ 1.5 ફીટ
  • વજન 14-15 કિલો
  • ગોલ્ડ અને સિલ્વર થી બનવાઈ રહ્યો છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી મોડલ
  • નેચરલ ડાયમન્ડ,લેબગ્રોન ડાયમંડ, પ્રશ્યશ સ્ટોન, મધર ઓફ પર્લ, 
  • વૂડ, લેપીસ, રૂબી, એમરલેન્ડ અને અન્ય વસ્તુઓથી બનાવામાં આવી રહ્યો છે
  • ટેમ્પલ ઓફ ડેમોક્રેસી ની અંદાજિત માર્કેટ કિંમત 80 લાખથી વધુ 
  • જેને બનતા કુલ 270 કલાક થશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.