Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી વિશે વાંધાજનક નિવેદનનો મામલો, રાજા પટેરિયા સામે જનતાને ઉશ્કેરવાની કલમ પણ લાગુ

પીએમ મોદી વિશે વાંધાજનક નિવેદન આપનાર કોંગ્રેસ નેતા રાજા પટરિયા પર વધુ બે કલમો લગાવવામાં આવી છે. તેમના પર કલમ ​​115 અને 117 આ બે વધુ કલમો લાગુ કરાઇ છે. જનતાને ઉશ્કેરવાના આરોપમાં આ કલમો લગાવવામાં આવી છે. પાટરિયાની ધરપકડ બાદ રાજકીય પારો ઊંચકાયો છે. PCC ચીફ કમલનાથે રાજા પટેરિયાને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. કોંગ્રેસ હાઇકમાન્ડના મૌન પર સવાલ રાજ્યના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, રાàª
pm મોદી વિશે વાંધાજનક નિવેદનનો મામલો  રાજા પટેરિયા સામે જનતાને ઉશ્કેરવાની કલમ પણ લાગુ
પીએમ મોદી વિશે વાંધાજનક નિવેદન આપનાર કોંગ્રેસ નેતા રાજા પટરિયા પર વધુ બે કલમો લગાવવામાં આવી છે. તેમના પર કલમ ​​115 અને 117 આ બે વધુ કલમો લાગુ કરાઇ છે. જનતાને ઉશ્કેરવાના આરોપમાં આ કલમો લગાવવામાં આવી છે. પાટરિયાની ધરપકડ બાદ રાજકીય પારો ઊંચકાયો છે. PCC ચીફ કમલનાથે રાજા પટેરિયાને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. 

કોંગ્રેસ હાઇકમાન્ડના મૌન પર સવાલ 
રાજ્યના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, રાજા પટેરિયા પર લાદવામાં આવેલી અડધો ડઝન કલમો સિવાય બે નવી કલમો પણ તેમની સામે ઉમેરવામાં આવી છે..જનતાને ઉશ્કેરવાના મામલામાં રાજા પટેરિયા પર કલમ ​​115 અને 117 લાગુ કરાઇ છે.રાજા પટરિયાની દમોહના હાટામાંથી ધરપકડ કરવામાં આવી હતી. નરોત્તમ મિશ્રાએ પીએમ મોદીની હત્યાનું નિવેદન આપનાર રાજા પટરિયાના મામલામાં કોંગ્રેસ હાઈકમાન્ડના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ આટલી ગંભીર બાબતમાં મૌન કેમ છે. તેમણે કહ્યું કે જો કમલનાથે રાજા પટરિયાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોત તો સારું થાત.પરંતુ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,સોનિયા ગાંધી,બધાએ મૌન પાળ્યું છે.
કમલનાથે કારણ દર્શક નોટિસ પાઠવી છે
ગઈકાલથી ચાલી રહેલા રાજકીય ખળભળાટ બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે રાજા પટરિયાને શો કોઝ નોટિસ પાટવી છે.. કમલનાથે કહ્યું કે હું આવા નિવેદનની નિંદા કરું છું. મામલો કોર્ટમાં છે, કોર્ટ જે નિર્ણય લેશે તે બધાએ સ્વીકારવો પડશે.
Advertisement
Tags :
Advertisement

.