Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજદ્રોહનો કાયદો ખતમ થશે કે નહી? લૉ કમિશને સરકારને સોંપ્યો રિપોર્ટ

ભારતના લૉ કમિશને રાજદ્રોહના કાનુન પર પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજદ્રોહ સાથે જોડાયેલી IPC 124A ને તેના દુરઉપયોગથી રોકવા માટે કેટલાક સુરક્ષાના ઉપાયો સાથે જાળવી રાખવો જોઈએ. રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું કે,...
રાજદ્રોહનો કાયદો ખતમ થશે કે નહી  લૉ કમિશને સરકારને સોંપ્યો રિપોર્ટ

ભારતના લૉ કમિશને રાજદ્રોહના કાનુન પર પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજદ્રોહ સાથે જોડાયેલી IPC 124A ને તેના દુરઉપયોગથી રોકવા માટે કેટલાક સુરક્ષાના ઉપાયો સાથે જાળવી રાખવો જોઈએ. રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું કે, આમાં કેટલાક સંશોધનની જરૂર છે જેથી જોગવાઈના ઉપયોગના સંબંધમાં વધારાની સ્પષ્ટતા લાવી શકાય અને 124A ના દુરઉપયોગ સંબંધિત વિચાર પર ધ્યાન આપતા રિપોર્ટમાં તે ભલામણ કરવામાં આવી કે કેન્દ્ર દ્વારા દુરઉપયોગ પર લગામ લગાવતા આદર્શ ગાઈડલાઈન જાહેર કરવાની જરૂર છે.

Advertisement

લૉ કમિશને સરકારને સોંપ્યો રિપોર્ટ

કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે લખેલા પોતાના કવરિંગ લેટરમાં 22માં કમિશનના અધ્યક્ષ જસ્ટીસ રિતુ રાજ અવસ્થીએ (સેવાનિવૃત્ત) કેટલાક સુચનો પણ આપ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, IPC ની કલમ 124A જેવી જોગવાઈની અનુપસ્થિતિમાં સરકાર વિરૂદ્ધ હિંસા ભડકાવનારી કોઈ પણ અભિવ્યક્તિ પર નિશ્ચિતપણ વિશેષ કાયદો અને આતંકવાદ વિરોધી કાનુન હેઠળ કેસ ચલાવવામાં આવશે. જેમાં આરોપી સામે કાર્યવાહી માટે વધારે સખ્ત જોગવાઈઓ છે.

Advertisement

અખંડતા અને સુરક્ષા પર પ્રભાવ પડી શકે

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, IPC ની ધારા 124A ને માત્ર તે આધાર પર રદ્દ કરવી કે કેટલાક દેશોએ આવું કર્યુ છે તો તે યોગ્ય નથી કારણ કે આવુ કરવું ભારતની હાલની જમીની વાસ્તવિકતાથી આંખ આડા કાન કરવા જેવું હશે. આયોગે એમ પણ ઉમેર્યું કે, સંસ્થાનવાદી વારસો હોવાના આધાર પર રાજદ્રોહને નિરસ્ત કરવા યોગ્ય નથી. તેને નિરસ્ત કરવાથી દેશની અખંડતા અને સુરક્ષા પર પ્રભાવ પડી શકે છે.

Advertisement

રાજદ્રોહના કાયદામાં સંશોધનની તૈયારી

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર રાજદ્રોહના કાયદામાં સંશોધનની તૈયારી કરી રહી છે. તેને લઈને સંસદના ચોમાસુ સત્રમાં એક પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે મે મહિનામાં દેશદ્રોહ કાયદાને સ્થગિત કરી દીધો હતો ત્યારે રાજ્ય સરકારોએ કોર્ટને કહ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી આ કાયદાને લઈને તપાસ પુરી થવા સુધી આ જોગવાઈ હેઠળ દરેક પેન્ડિંગ કાર્યવાહીમાં તપાસ શરૂ રાખે નહી. આ સિવાય કલમ 124A ના સંબંધમાં કોઈ પણ ફરિયાદ નોંધવા કે કોઈ પણ સખ્ત પગલું ભરવાનું ટાળવાનો નિર્દેશ આપ્યો.

આ પણ વાંચો : ભારત-નેપાળ વચ્ચે થયા ‘રોટી-બેટી’ના ઐતિહાસિક કરાર, જાણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.