Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ સિટીબસમાં મહિલા કંડકટર અચાનક બેભાન થતા આખી બસ સિવિલમાં લઈ જવાઇ, ડ્રાઇવરની સતર્કતાથી બચ્યો જીવ

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સિટીબસમાં ટિકિટ કાપતા મહિલા કંડકટરની તબિયત ચાલુ રૂટમાં જ લથડી હતી..અને  અચાનક તેઓ બેભાન થઇ ઢળી પડ્યા હતા.જેને પગલે મુસાફરોની સહમતીથી ડ્રાઈવર દ્વારા આખી બસ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. અને મહિલા કંડકટરને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આમ ડ્રાઇવર સહિત મુસાફરોની સતર્કતાથી મહિલા કંડકટરનો જીવ બચી જતા સૌ કોઈà
રાજકોટ સિટીબસમાં મહિલા કંડકટર અચાનક બેભાન થતા આખી બસ સિવિલમાં લઈ જવાઇ  ડ્રાઇવરની સતર્કતાથી બચ્યો જીવ
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સિટીબસમાં ટિકિટ કાપતા મહિલા કંડકટરની તબિયત ચાલુ રૂટમાં જ લથડી હતી..અને  અચાનક તેઓ બેભાન થઇ ઢળી પડ્યા હતા.જેને પગલે મુસાફરોની સહમતીથી ડ્રાઈવર દ્વારા આખી બસ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. અને મહિલા કંડકટરને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આમ ડ્રાઇવર સહિત મુસાફરોની સતર્કતાથી મહિલા કંડકટરનો જીવ બચી જતા સૌ કોઈએ રાહતની લાગણી અનુભવી હતી.

મહિલા કંડક્ટર બેભાન થઈ ઢળી પડ્યા 
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્વર SRP કેમ્પથી કોઠારીયા ચોકડી રૂટની બસ બહુમાળીની પાસે પહોંચતા બસમાં ટિકિટ કાપી રહેલા 20 વર્ષીય મહિલા કંડક્ટર છાયાબેન લીંબાણીની તબિયત અચાનક લથડી હતી. અને તેઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. આ કપરા સમય વચ્ચે ડ્રાઈવરે સતર્કતા દાખવી હતી. અને બસમાં બેઠેલ મુસાફરોની સહમતી મેળવી એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે તરત જ આખી બસને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
ડ્રાઇવરે સતર્કતા દાખવી મુસાફરોની સહમતિથી બસ સિવિલ હોસ્પિટલ તરફ લઇ લીધી 
ગણતરીની મિનિટોમાં આ બસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા લોકોના ટોળેટોળા આ દ્રશ્યો જોવા ત્યાં ઉમટી પડ્યા હતા. અને મુસાફરો તેમજ સ્થાનિકો દ્વારા મહિલા કંડકટરને ઉંચકીને બહાર કાઢ્યા બાદ સ્ટ્રેચર આવતા જ તેમાં સુવડાવી ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ પ્રથમ વખત જ સિવિલ હોસ્પિટલમાં પેસેન્જર સાથે બસ લઇ જવાની સતર્કતા દાખવી બસના ડ્રાઈવર અને મુસાફરો દ્વારા મહિલા કંડકટરનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. 

છાયાબેન લીંબાણી 15 દિવસ પહેલા જ નોકરીમાં જોડાયા છે 
પ્રાથમિક રીતે મળતી વિગતો મુજબ છાયાબેન લીંબાણી 15 દિવસ પહેલા જ નોકરીમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા તેઓના બ્લડપ્રેશર અને શુગર સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ નોર્મલ આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. છાયાબેન સવારથી ભૂખ્યા હોવાને કારણે ચક્કર આવ્યા હોવાનું તેમજ હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું હાલ જાણવા મળ્યું છે. સમગ્ર બનાવ અંગે લોકો ડ્રાઈવર અને મુસાફરોની સતર્કતાની પ્રશંસા કરી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.