રાજભારતી બાપુ આપઘાત કેસઃ બાપુએ મોબાઇલ ફેસલોક રાખ્યો હતો, કેમ કરતાય નથી ખુલી રહ્યું લોક
ફેસલોક મોબાઇલ કીકીનું ઓપ્શન મેચ થાય તો જ ખુલે રાજભારતી બાપુના આપઘાત કેસમાં પોલીસની મથામણ વધી ગઇ છે. રાજભારતી એપલ આઈફોન વાપરતા હતા અને તેની સિસ્ટમ જુદી જ છે, તેમાંથી ડેટા મેળવવા મુશ્કેલ હોય છે. અધુરાંમાં પુરૂં તેમનો મોબાઈલ ફેસલોક હતો, જેમાં આંખની કીકીનું ઓપ્શન મેચ થાય તો જ ફોનનું લોક ખુલે, જો કે ફોનનું લોક ખોલવા પ્રયત્ન પણ કરવામાં આવ્યો પરંતુ મૃત્યુના બે કલાકમાં આંખ કામ કરતી બંધ àª
ફેસલોક મોબાઇલ કીકીનું ઓપ્શન મેચ થાય તો જ ખુલે
રાજભારતી બાપુના આપઘાત કેસમાં પોલીસની મથામણ વધી ગઇ છે. રાજભારતી એપલ આઈફોન વાપરતા હતા અને તેની સિસ્ટમ જુદી જ છે, તેમાંથી ડેટા મેળવવા મુશ્કેલ હોય છે. અધુરાંમાં પુરૂં તેમનો મોબાઈલ ફેસલોક હતો, જેમાં આંખની કીકીનું ઓપ્શન મેચ થાય તો જ ફોનનું લોક ખુલે, જો કે ફોનનું લોક ખોલવા પ્રયત્ન પણ કરવામાં આવ્યો પરંતુ મૃત્યુના બે કલાકમાં આંખ કામ કરતી બંધ થઈ જતી હોય ફોનનું લોક ખુલી શક્યું નથી.જૂનાગઢ પોલીસે આ બનાવની તપાસ માટે ત્રણ ટીમ બનાવી છે, ટેકનીકલ સર્વેલન્સ ટીમ પણ કાર્યરત છે, આ ઉપરાંત કોલ ડીટેઈલ અને બાતમીદારોને પણ કામે લગાડવામાં આવ્યા છે. આ પ્રકરણમાં જે ફોન નંબર પરથી મેસેજ વાઈરલ થયા છે તે ઓસ્ટ્રેલિયાનો નંબર છે અને કોઈ એપ્લીકેશનનો ઉપયોગ કરીને મેસેજ વાઈરલ કરાયા હોવાની સંભાવના છે તેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
મહિલાઓ સાથેની કથિત ચેટ, ઓડિયો, વીડિયો વાયરલ થયા હતા
જૂનાગઢ નજીકના ઝાંઝરડા ગામ પાસે આવેલી ખેતલીયા દાદાની જગ્યા અને ખડીયા ગામે આવેલા મહાકાલી આશ્રમના મહંત રાજભારતીના દારૂ પીતા હોય તેવા વિડિયો, યુવતીઓ સાથેની કથિત ચેટીંગ, ઓડીયો ક્લીપ, પત્ર જેવી એક સાધુ તરીકે શોભે નહીં તેવા ગંભીર આક્ષેપો સાથેની બાબતો સોશ્યલ મિડીયામાં વાઈરલ થઈ હતી, અને પોતાના પર લાગેલા આક્ષેપોના ખુલાસા કરવાને બદલે રાજભારતીએ આપઘાતનું પગલું ભરી લીધું.
આ રીતે સામે આવી હતી આપઘાતની ઘટના
રાજભારતી ખડીયા નજીક આવેલી વાડીએ હતા ત્યારે એક માણસને નાસ્તો લેવા મોકલ્યો હતો, તે માણસ નાસ્તો લઈને પરત ફર્યો ત્યારે રૂમની બહાર લોહીના ખાબોચીયાં જોતાં તે ડરી ગયો હતો, રૂમનો દરવાજો ખોલતાં જ રાજભારતી મૃત હાલતમાં લોહીથી તરબોળ જોવા મળ્યા હતા અને બાજુમાં જ તેની લાયસન્સવાળી રીવલ્વોર પણ મળી આવી હતી, સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, તપાસમાં પોલીસને રીવલ્વોર મળી આવી હતી અને રાજભારતીના હાથ પરથી ગન પાવડર પણ મળી આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement