Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લામાં ભૂમાફીયાઓ બન્યા બેફામ, નર્મદા નદીમાં ગેરકાયદે પુલિયાઓ ઉભા કરી પર્યાવરણને નુકસાન

ભરૂચ જિલ્લામાં ભુમાફિયાઓ બેફામ બન્યા છે અને હવે તો ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં આવીને ભૂમાફિયાઓ અધિકારીઓ સાથે હાથાપાઈ કરી રહ્યા છે એટલું જ નહીં ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા છે કે નર્મદા નદીમાં જ પોતાના વાહનો પસાર કરવા રાતોરાત પૂલિયા ઉભા કરી દીધા છે અને અધિકારીઓ પણ આ વિસ્તારમાં જતા ગભરાઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના નાદ ગામથી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઓઝ ગામ સુધી ૧૦ થી વધુ પુલ્
ભરૂચ જિલ્લામાં ભૂમાફીયાઓ બન્યા બેફામ  નર્મદા નદીમાં ગેરકાયદે પુલિયાઓ ઉભા કરી પર્યાવરણને નુકસાન
ભરૂચ જિલ્લામાં ભુમાફિયાઓ બેફામ બન્યા છે અને હવે તો ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં આવીને ભૂમાફિયાઓ અધિકારીઓ સાથે હાથાપાઈ કરી રહ્યા છે એટલું જ નહીં ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા છે કે નર્મદા નદીમાં જ પોતાના વાહનો પસાર કરવા રાતોરાત પૂલિયા ઉભા કરી દીધા છે અને અધિકારીઓ પણ આ વિસ્તારમાં જતા ગભરાઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના નાદ ગામથી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઓઝ ગામ સુધી ૧૦ થી વધુ પુલ્યા નર્મદા નદીમાં ઊભા થઈ ગયા છે જ્યારે વધુ ૨ બનાવવાની કામગીરી ચાલી રહી છે

ભુમાફીયાઓ બેફામ બન્યા
ભરૂચ જિલ્લામાં પણ ભુમાફીયાઓ બેફામ બન્યા છે માત્ર ભરૂચમાં જ નહીં પરંતુ વડોદરા જિલ્લાની હદમાં પણ ભૂમાફિયાઓએ નર્મદા નદીમાં જ ગેરકાયદેસર પુલિયા ઉભા કરી દીધા છે ભરૂચ જિલ્લાના નાદ દેલવાડા ઓઝ સહિતની ગામોમાં નર્મદા નદીમાં જ ભૂમાફિયાઓએ પોતાના વાહનો પસાર કરવા માટે નર્મદા નદીમાં મસ મોટા સિમેન્ટ કોંક્રીટના ભૂંગળાઓ ઉતારી રસ્તાઓ તૈયાર કરી દીધા છે અને ગેરકાયદેસર ઉભા કરાયેલા પુલિયા ઉપરથી ડમ્પરો પસાર કરવા માટે રૂપિયા ૯૦૦ થી ૧૦૦૦ રૂપિયા ઉઘરાવવામાં આવતી હોવાની માહિતી સાંપડી રહી છે.  
૫ થી ૨૦ મિટરના અંતરે જ ૧૦ જેટલા પુલીયા
નર્મદા નદીના પટમાં આખી નર્મદા નદીના પાણીના વહેણમાં અવરોધ ઊભા કરવામાં આવ્યા હોય તે રીતે ૧૫ થી ૨૦ મિટરના અંતરે જ ૧૦ જેટલા પુલીયાઓ નર્મદા નદીમાં ઊભા કરી દેવામાં આવ્યા છે અને આ પુલિયાઓ ઉપરથી ભુમાફિયાઓના વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં ૧૦ પુલીયા સિવાય વધુ ૨ પુલિયાઓ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે અને તેની કામગીરી પણ જોર-શોરથી ચાલી રહી છે પરંતુ આ પુલિયાઓ ભરૂચ જિલ્લાના અને વડોદરા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને કેમ દેખાતા નથી તે પ્રશ્નો ઉભો થયો છે અને દેખાય છે તો પુલિયા દૂર કરવામાં અધિકારીઓ ધ્રૂજે છે કેમ..? 
તોડવામાં આવેલા પુલિયા પુનઃ ઉભા કરી દેવામાં આવે છે 
ભુમાફિયાઓ થી અધિકારીઓ ડરી રહ્યા છે કે પછી ભુમાફીયાઓ સાથે અધિકારીઓનું સેટિંગ ડોટ કોમ છે આવા અનેક પ્રશ્નો લોકોમાં ઊભા થયા છે. મીડિયાના અહેવાલ બાદ પણ પુલિયા વચ્ચેથી તોડીને સંતોષ માની લેતા હોય છે અને ૧૫ થી ૨૦ દિવસમાં તોડેલો પુલ્યો પુનઃ તૈયાર કરી ભૂમાફિયાઓ પોતાની કામગીરી શરૂ કરી દેતા હોય છે જેના કારણે અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ જતા હોય છે મીડિયાના અહેવાલ બાદ પણ અધિકારીઓ સંપૂર્ણ નર્મદા નદીમાં રહેલા પુલિયાઓ તોડતા નથી અને ભુમાફિયાઓને તોડેલો પુલ બનાવવામાં સરળતા રહે તે રીતે કામગીરી કરી રહ્યા હોવાની પણ માહિતી સપાટી ઉપર આવી રહી છે
પુલિયાના કારણે નદીના વહેણ અવરોધાયા 
ભરૂચ જિલ્લાના નાંદ ગામથી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઓઝ ગામ સુધી નર્મદા નદીના પાણી અવરોધાય તે રીતે મસ મોટા પુલિયાઓ ઉભા કરીને નર્મદા નદીનું પુરાણ કરવામાં આવ્યું છે જેના કારણે નર્મદા નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે આગામી દિવસોમાં નર્મદા જયંતિ મહોત્સવ આવી રહ્યો છે પરંતુ ભુમાફિયાઓના પુલિયાઓના કારણે પાણીના વહેણો રોકાઈ ગયા છે નર્મદા નદીના કાંઠે આવેલા મંદિરો નજીક પણ નદીના પાણી દૂર જતા રહ્યા છે નર્મદા નદી પણ હવે તેનું અસ્તિત્વ ગુમાવવાની આરે આવી ગયું છે ત્યારે ભરૂચ જિલ્લાની પ્રથમ એક એવી નર્મદા નદી છે જેના દર્શનથી માત્ર પાપ મુક્ત થવાય છે તેવી જ પવિત્ર નર્મદા નદી પણ હવે ભુમાફીયાઓના પાપે અસ્તિત્વ ગુમાવવાની આરે આવી ગયા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય રહ્યું છે
પુલિયાઓના કારણે વહેણ રોકાઈ જતા માછીમારોની રોજગારી છીનવાઇ
પુલિયાઓના કારણે નર્મદાના વહેણ રોકાઈ જતા વહેતા પાણીમાં ઉત્પન્ન થતી મચ્છીઓનું ઉત્પાદન ઘટી જવાના કારણે ભરૂચ જિલ્લાના નાદ ગામથી કરજણ તાલુકાના ઓઝ ગામ વચ્ચે આવેલા કોરલ મોટીકોરલ જનોર શુકલતીર્થ દેલવાડા સહિત આજુબાજુના ગામોમાં માછીમારીના વ્યવસાય સાથે નિર્ભર રહેલા માછીમારો પણ હવે બેરોજગાર બન્યા છે ત્યારે ભૂમાફીયાઓ સામે અધિકારીઓના મૌન કેમ છે તે પ્રશ્ન પણ ચર્ચાસ્પદ બની ગયો છે
ગત વર્ષે તોડેલો પુલિયો અધિકારીઓએ માત્ર દેખાવા પૂરતો તોડ્યા બાદ એ જ પૂલિયો ફરીથી ધમધમતો ?
ગત વર્ષે ઓઝ ગામે નર્મદા નદીના પટમાં આરસીસી રસ્તો ઉભો કરાયો હતો અને તે સમય મીડિયાના અહેવાલ બાદ વડોદરા અને ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પુલિયાને દેખાવા પૂરતો વચ્ચેથી તોડ્યો હતો અને થોડા દિવસ બાદ તોડેલો પુલ્યો ભૂમાફીયાઓએ પૂનઃ બનાવી પોતાના વાહનો પસાર કરવા કાર્યરત કરાયો છે તાજેતરમાં જ નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે આરસીસી રસ્તો પાણીમાં ગરકાવ થતા તેની ઉપર પણ વધુ એક પૂલિયો પાથરવામાં આવ્યો છે પરંતુ વડોદરા જિલ્લા અને ભરૂચ જિલ્લાના ખાણી વિભાગના અધિકારીઓ ગાંધીજીના તીન બંદરની માફક ભૂમિકા કેમ ભજવે છે તે પ્રશ્ન પણ ચર્ચાસ્પદ બની ગયો છે
રોજના હજારો ડમ્પરો સતત જાહેર માર્ગો ઉપરથી દોડતા ગ્રામજનો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે ?
ભરૂચ જિલ્લામાં ભુમાફીયાઓના પાપે અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.  થોડા મહિના અગાઉ એક જ પરિવારના ત્રણ સભ્યો બાઈક ઉપર પસાર થયા હતા અને ડમ્પરની અડફેટે ત્રણેયના મોત થયા હતા. તે સિવાય પણ ઘણા અકસ્માતોમાં નિર્દોષ ગ્રામજનોએ જીવ ગુમાવ્યો છે અકસ્માત સર્જાયા બાદ દેખાવા પૂરતી કામગીરી કરવામાં આવતી હોય છે અને પુણ્ય જેસી તેની સ્થિતિમાં તંત્ર આવી જતું હોય છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે ભૂમાફિયાઓ હવે બેફામ બની રહ્યા છે
જાગૃત નાગરિકે ગુજરાતના મુખ્યમંત્રી અને ખાણ ખનીજના કમિશનરને જાણ કરી 
નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર ભુમાફીયાઓએ પુલીયા ઉભા કરી દીધા છે અને ગેરકાયદેસર પુલિયા મુદ્દે અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ભરૂચના એક જાગૃત નાગરિક નીતિન માને નામના વ્યક્તિએ ગુજરાતના મુખ્યમંત્રી કે જેઓ પાસે ખાણ ખનીજ વિભાગનો હવાલો છે અને સાથે જ ખાણ ખનીજ વિભાગના કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ વિડીયો અને ફોટોના પુરાવા સાથે આપી છે ત્યારે નર્મદા નદીમાં પુલિયા ઉભા થયા ત્યાં સુધી સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઊંઘતા હતા કે સેટિંગ ડોટ કોમમાં હતા તેવા પણ આક્ષેપો ફરિયાદોમાં થયા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.