Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇમરાને ફરી સાધ્યું જનરલ બાજવા પર નિશાન,કહ્યું તેમની સરકારને ષડયંત્ર આચરી પાડી દેવામાં આવી

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને ફરી એકવાર જનરલ બાજવા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ભ્રષ્ટાચારીઓની ટોળકીને રાષ્ટ્રીય સમાધાન વટહુકમ (NRO) II હેઠળ ક્લીનચીટ મળી છે. આ ક્લીનચીટ પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ આપી હતી.સ્થાનિક અહેવાલો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષે દાવો કર્યો છે કે વડાપ્રધાન શાહબાઝ શરીફના પુત્ર સુલેમાન શાહબાઝàª
07:25 AM Dec 18, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને ફરી એકવાર જનરલ બાજવા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ભ્રષ્ટાચારીઓની ટોળકીને રાષ્ટ્રીય સમાધાન વટહુકમ (NRO) II હેઠળ ક્લીનચીટ મળી છે. આ ક્લીનચીટ પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ આપી હતી.
સ્થાનિક અહેવાલો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષે દાવો કર્યો છે કે વડાપ્રધાન શાહબાઝ શરીફના પુત્ર સુલેમાન શાહબાઝનું સ્વદેશ પરત આવવું 'રાષ્ટ્રીય સમાધાન વટહુકમ (NRO) 2'નો ભાગ હતો. સુલેમાન લંડનમાં તેમનો ચાર વર્ષથી વધુનો વનવાસ સમાપ્ત કરીને પાકિસ્તાન પરત ફરવાના છે. ઇમરાને કહ્યું કે  નિવૃત જનરલ બાજવાએ ભ્રષ્ટાચારીઓની ટોળકીને NRO-II આપીને ક્રૂરતા કરી છે.
ભૂતપૂર્વ આર્મી ચીફની ટીકા કરતા પીટીઆઈના વડા ઈમરાન ખાને પુનરોચ્ચાર કર્યો હતો કે તેમની સરકાર એક ષડયંત્ર હેઠળ પાડી દેવામાં આવી અને દેશ પર ચોરોનું શાસન લાદવામાં આવ્યું. ઈમરાન ખાને કહ્યું કે, મકસૂદ પટાવાળા કેસમાં ફરાર સલમાન શાહબાઝ પણ પાછો ફર્યો છે અને અમને લેક્ચર આપી રહ્યો છે, જ્યારે નવાઝ શરીફ પાછા ફરવાની યોજના બનાવી રહ્યા છે.
ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારી અને તેમની બહેન ફરયાલ તાલપુર સામેના કેસો ફગાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે માનવ સમાજમાં ન્યાયનું શાસન છે, જ્યારે પશુ સમાજમાં સત્તાનું શાસન છે. એક દિવસ પહેલા તેમના સંબોધનમાં ભૂતપૂર્વ વડા પ્રધાને તેમની લાચારી પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે જ્યારે હું સત્તામાં હતો ત્યારે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ બાજવાએ તેમને જવાબદારી પર નહીં પણ અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.
આ પણ વાંચોઃ  બિલાવલ ભુટ્ટોની PM MODI પરની ટિપ્પણથી ભારત લાલઘૂમ, કહ્યું આ તમારુ 'નિમ્ન સ્તર'
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
conspiracyGeneralBajwagovernmentGujaratFirstImranImranKhanlashedoutPakistan
Next Article