મહારાષ્ટ્રમાં રાજ્યપાલની મહત્વની કાર્યવાહી, સરકારે લીધેલા 200 નિર્ણયો અંગે માગી જાણકારી
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં વિપક્ષના નેતા પ્રવિણ દરેકરની ફરિયાદ પર સરકારના નિર્ણયોની માહિતી માંગી છે. રાજ્યપાલના મુખ્ય સચિવ સંતોષ કુમારે જણાવ્યું હતું કે રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને 22થી 24 જૂન સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા તમામ સરકારી ઠરાવો (GRs) અને પરિપત્રોની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે. વિપક્ષનો આરોપ છે કે, સરકાર લઘુમતીમાં હ
05:05 AM Jun 28, 2022 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં વિપક્ષના નેતા પ્રવિણ દરેકરની ફરિયાદ પર સરકારના નિર્ણયોની માહિતી માંગી છે.
રાજ્યપાલના મુખ્ય સચિવ સંતોષ કુમારે જણાવ્યું હતું કે રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને 22થી 24 જૂન સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા તમામ સરકારી ઠરાવો (GRs) અને પરિપત્રોની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે. વિપક્ષનો આરોપ છે કે, સરકાર લઘુમતીમાં હોવા છતાં, "અંધાધૂંધ" નિર્ણયો લે છે અને સેંકડો કરોડ રૂપિયા રિલીઝ કરવાનો આદેશ આપી રહી છે.
મહા વિકાસ અઘાડી સરકારમાં સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ દ્વારા નિયંત્રિત વિભાગો દ્વારા 22-24 જૂન સુધીમાં વિવિધ વિકાસ કાર્યો માટે સેંકડો કરોડો રૂપિયા રીલીઝ કરવાના સરકારી આદેશ જારી કર્યા પછી, રાજ્યપાલની કચેરી આ સૂચના આપી હતી.
રાજ્યપાલ કાર્યાલય દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, "રાજ્યપાલે 22-24 જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા GR, પરિપત્રો અંગે "સંપૂર્ણ પૃષ્ઠભૂમિ માહિતી" આપવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે રાજ્યપાલને પત્ર લખીને આ નિર્ણયોની તપાસની માગ કરી હતી. વિપક્ષનો આરોપ છે કે લઘુમતીમાં ચાલી રહેલી સરકાર આવા નિર્ણયો લઈ રહી છે. પ્રવીણ દરેકરે આરોપ લગાવ્યો કે સરકાર ઉતાવળે નિર્ણયો લઈ રહી છે.
મહારાષ્ટ્રમાં એક સપ્તાહથી વધુ સમયથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે અને વિપક્ષનો આરોપ છે કે રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકાર લઘુમતીમાં છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 36થી વધુ ધારાસભ્યો બળવાખોર થઈ ગયા છે. હાલ આ તમામ ધારાસભ્યો ગુવાહાટીમાં તૈનાત છે. બીજી તરફ શિવસેનાનો દાવો છે કે ઘણા બળવાખોર ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.
Next Article